એબેલોન ક્લીન એનર્જી કંપનીને રાણપુર મામલતદાર કચેરી દ્વારા કારણ દર્શક નોટીસ અપાઈ

582

એબેલોન ક્લીન એનર્જી કંપનીને રાણપુર મામલતદાર કચેરી દ્વારા કારણ દર્શક નોટીસ અપાઈ

બોટાદ અને રાણપુર વચ્ચે મીલેટ્રી રોડ પર આવેલ એબેલોન ક્લીન એનર્જી કંપની લિ. નામની વીજળી ઉત્પાદન કરતી કંપની દ્વારા છેલ્લા બે દિવસથી જાહેરમાં વેસ્ટ મટીરીયલ્સ નાખવામાં આવી રહ્યુ છે જેના કારણે હવામાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે જેના કારણે રોડ પરથી પસાર થતા વાહનચાલકો ને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ બાબતે રાણપુર મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર રૂબરૂ આવી તપાસ કરેલ જેને લઇ મામલતદાર દ્વારા કંપનીને પ્રદુષણ ને લઈ કારણદર્શક નોટીસ ફટકારી છે અને બે દિવસમાં લેખિત જવાબ સાથે હાજર રહેવા જણાવેલ છે.આ અંગે મળતી માહિતી મુજબ રાણપુર બોટાદ મીલેટ્રી રોડ પર એબેલોન ક્લીન એનર્જી કંપની લી. નામની પાવર પ્લાન્ટ કંપની આવેલ છે જ્યાં વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે.ત્યારે વીજળી ઉત્પન્ન થાય છે તેમાંથી હજારો ટન વેસ્ટ મટીરીયલ નીકળે છે ત્યારે કંપની ની જગ્યામાં હજારો ટન વેસ્ટ મટીરીયલ ભેગું થઈ ગયેલ હોય જેને લઇને છેલ્લા ત્રણ દિવસથી કંપની દ્વારા આજુબાજુ માં જગ્યા ભાડે રાખી ત્યાં નાખવામાં આવી રહ્યું છે ત્યારે જાહેરમાં અને ખુલ્લામાં વેસ્ટ મટીરીયલ નાખવાને કારણે રોડ ઉપર ભારે પ્રદુષણ થઈ રહ્યુ છે અને દુર્ગંધ ફેલાઈ રહ્યું છે જેના કારણે રોડ ઉપરથી પસાર થતાં વાહનચાલકોને ભારે હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે આ બાબતની જાણ તા-૧૯.૧૧.૧૯ ના રોજ રાણપુર મામલતદારને થતા તાત્કાલિક સર્કલ ઓફિસરને સ્થળ પર મોકલી આપેલ અને વિગતો મંગાવેલ જે વિગતો ને લઈ રાણપુર મામલતદાર દ્વારા એબેલોન ક્લીન એનર્જી કંપનીને લી. પ્રદૂષણ બાબતે કારણ દર્શક નોટીસ ફટકારી છે જે નોટીસમાં જણાવ્યા મુજબ કંપની દ્વારા બાજુમા ખાનગી માલીકીની સર્વે નંબરમાં વેસ્ટ મટીરીયલ ઠલવામાં આવે છે તેમજ તે પ્રક્રિયા દરમ્યાન ડમ્પર થતા ટ્રેક્ટરમાં તાડપત્રી ન હોવાના કારણે રસ્તા ઉપર વેસ્ટ મટીરીયલ પડે છે જે વેસ્ટ મટીરીયલસ કાળાશ વાળુ અને દુર્ગંધયુક્ત છે જેથી રસ્તા ઉપરથી પસાર થતા રાહદારીઓને પસાર થવામાં ઘણી મુશ્કેલી પડે છે જેથી કંપની દ્રારા બે દિવસમાં લેખિતમાં રૂબરૂ જરુરી પુરાવા સાથે હાજર રહેવા જણાવેલ છે.

Previous articleલો બોલો-રાણપુર ગ્રામ પંચાયતના વાહનોમાં ૮ દિવસથી ડીઝલ નથી,તમામ વાહનો બંધ પડ્યા છે
Next articleગાંધીનગર ખાતે રાજ્યકક્ષાની કલેકટર કોન્ફરન્સ યોજાઇ રાજ્યમાં જમીન રી સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરાશે : મહેસુલ મંત્રી શ્રી કૌશિકભાઇ પટેલ