સાબરકાંઠા જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઇ

473

સાબરકાંઠા જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક સરકીટ હાઉસના સભાખંડ હિંમતનગર ખાતે જિલ્લા પ્રભારી અને રમતગમત અને સાંસ્કૃતિક મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં યોજાઇ હતી. આ બેઠકમાં વર્ષ ૨૦૧૯-૨૦નુ આયોજન બાબતે ચર્ચા કરવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લાના આદિજાતિ વસ્તી ધરાવતા તાલુકા ખેડબ્રહ્મા, પોશીના અને વિજયનગર તેમજ ઇડર પોકેટ, વડાલી પોકેટનુ તાલુકાવાર આયોજન કરવામાં આવ્યું હતુ. ન્યુ ગુજરાત પેટર્ન વર્ષ ૨૦૧૯-૨૦ની નાણાંકીય જોગવાઇ અને આયોજનની વિગત અંતર્ગત ખેડબ્રહ્મા તાલુકામાં કુલ ૪૭૫ લાખના ૨૬૨ કામોનુ આયોજન કરવામાં આવેલ છે. પોશીનામાં ૬૨૪લાખના ૩૦૬ કામો તેમજ વિજયનગરમાં ૪૦૬ લાખના ખર્ચે ૧૯૯ કામોનુ આયોજન છે સાથે પોકેટ વિસ્તાર ગણાતા ઇડરમાં ૪૩ લાખના ખર્ચે ૩૯ કામો અને છુટાછવાયા આદિજાતિ વિસ્તારમાં ૧૫ લાખના ૧૮ કામોને બહાલી આપવામાં આવી છે. બેઠકના અધ્યક્ષસ્થાનેથી બોલતા જિલ્લાપ્રભારીશ્રીએ જણાવ્યું હતુ કે સરકારની યોજનાઓ જિલ્લાના છેવાડાના આદિજાતિ વિસ્તારના ગરીબ માણસને મળવી જોઇએ. તેઓએ વધુમાં ઉમેર્યું કે ગરીબ લોકોના ઉધ્ધાર માટે અધિકારી પદાધિકારી કાર્યક્ષમ બને તેમજ સરકારી કાર્યમાં વધુ વેગ લાવવા તેમણે ખાસ સુચન કર્યા હતા. આ સાથે તેમણે આ વિસ્તારમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે ખાસ શાળાના ઓરડાના નિર્માણ અને શિક્ષણની ગુણવત્તા ઉપર ભાર મુકયો હતો.આ બેઠકમાં જિલ્લા સમાહર્તા શ્રી પ્રવિણા ડી.કે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. રાજેન્દ્ર પટેલ આદિજાતી અગ્રણી રમિલાબેન બારા,પ્રાયોજનાવહિવટદારશ્રી ચૌધરી, ગ્રામ વિકાસ નિયામકશ્રી આર.એમ.ડામોર,તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ તેમજ અમલીકરણ અધિકારીઓઉપસ્થિત રહ્યા હતા.

Previous articleલોકસંસાર દૈનિક અખબારની જાણીતી કોલમ જનરલ નોલેજના જારજીસ કાઝીનો આજે જન્મદિવસ
Next articleભાવનગર શિશુવિહાર ખાતે ૩૭૫ મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ સંપન્ન