ભાવનગર જિલ્લાકક્ષાના શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનો પીથલપુર ખાતેથી પ્રારંભ કરાવતા જિલ્લા પંચાયત પ્રમુખ વક્તુબેન મકવાણા

681

જિલ્લાનો જિલ્લાકક્ષાનો શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ વક્તુબેન મકવાણાના અધ્યક્ષ સ્થાને પીથલપુર ગામે યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલે જણાવ્યું હતું કે જેમ આજનો દિવસ દેશ માટે બંધારણ દિવસ તરીકે મહત્વનો છે તેવી જ રીતે આજના દિવસે શરૂ થતો શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ પણ દેશના વિકાસ માટે એટલો જ મહત્વપૂર્ણ છે. પોતાની બીમારીના કારણે જે બાળકો અભ્યાસમાં ધ્યાન આપી શકતા નથી તેવા બાળકો આ કાર્યક્રમ થકી નિરોગી અને એકાગ્ર બનશે અને તેમનામાં જ્ઞાનવૃદ્ધિ થશે.


અત્રે ઉલ્લેખનીય છે કે શાળા આરોગ્ય કાર્યક્રમ ૨૦૧૯-૨૦ અંતર્ગત ભાવનગર જિલ્લામાં ૫૯૮ મેડીકલ ટીમોનું ગઠન કરવામા આવ્યુ છે જે જિલ્લાની તમામ ખાનગી તથા સરકારી આંગણવાડીઓ, પ્રાથમિક શાળાઓ, હાઇસ્કૂલો, આશ્રમશાળાઓ, કસ્તુરબા શાળા, મદ્રેસા, કેન્દ્રીય વિદ્યાલય વગેરે મળીને કુલ ૩,૦૧૮ સ્થળોએ જઈ બાળકોની આરોગ્યલક્ષી તપાસ કરશે. જેમા જિલ્લાના કુલ ૪,૫૭,૩૭૮ બાળકોને આવરી લેવામા આવનાર છે.
આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ રાસ ગરબાની પ્રસ્તુતિ કરી હતી તેમજ સપ્તધારા ટીમ દ્વારા શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંગેની રસપ્રદ માહિતી દર્શાવતો પપેટ શો રજૂ કરવામાં આવ્યો હતો.


આ કાર્યક્રમમા જિલ્લા પંચાયતના પ્રમુખ વક્તુબેન મકવાણા, ડી.એમ.ઓ. બી.પી.બોરીચા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મીતાબેન દુધરેજીયા, ભાવનગરના તાલુકા વિકાસ અધિકારી મિશ્રા, તાલુકા પંચાયતના સદસ્ય શંભુભાઈ ચૌહાણ, ભાવનગરના ડી.પી.ઓ. ડો. સુનિલ પટેલ, સરપંચ કાંતિભાઈ ચૌહાણ, પીથલપુર શાળાના આચાર્ય દિનેશભાઈ મકવાણા સહિતના મહાનુભાવો તથા બહોળી સંખ્યામા ગ્રામજનો ઉપસ્થિતા રહ્યા હતા.

Previous articleપ્રોડયુસર કંગના રાણાવત હવે ફિલ્મ નિર્માત્રીના રોલમાં હશે
Next articleનેશનલ હાઈવેના અટકેલા કામો વહેલી તકે શરૂ કરવા પાર્લામેન્ટ ફોર પર રજૂઆત કરતાં સાંસદ શ્રીમતિ ડૉ. ભારતીબેન શિયાળ