ટાઇગર- દિશાના સંબંધોને લઇને વિરોધાભાસી હેવાલ

447

બોલિવુડમાં ટાઇગર શ્રોફ અને દિશા પાટણી વચ્ચે પ્રેમ પ્રકરણની ભારે ચર્ચા જોવા મળી રહી છે. બન્ને સાથે ફિલ્મમાં પણ નજરે પડી રહ્યા છે. ટાઇગર શ્રોફ અને દિશા પટાની વચ્ચે પ્રેમ સંબંધને લઇને છેલ્લા કેટલાક સમયથી ચર્ચા ચાલી રહી છે. એમ પણ કહેવામાં આવી રહ્યુ છે કે ટાઇગર અને દિશા એક સાથે રહેવા પણ જઇ રહ્યા છે. જો કે ટાઇગર અને દિશા દ્વારા આ સંબંધમાં કોઇ વાત કરવામાં આવી નથી. જો કે જુદા જુદા પ્રસંગે બન્નેના ફોટો સાથે સપાટી પર આવતા રહે છે. બારે ચર્ચા પ્રેમ સંબંધને લઇને શરૂ થયા બાદ હવે નવી નવી વિગતો ખુલી રહી છે. બીજી બાજુ પ્મ સંબંધના હેવાલ આવ્યા બાદ પિતા અને વિતેલા વર્ષોના સ્ટાર અભિનેતા જેકી શ્રોફે પોતાની પ્રતિક્રિયા આપી છે. જેકીએ કહ્યુ છે કે ટાઇગર હજુ બાળક તરીકે છે. તેની આવી કોઇ યોજના નથી. બીજી બાજુ ટાઇગરની માતા આઇશાએ ટાઇગર અને દિશાના પ્રેમ સંબંધને લઇને કરવામાં આવી રહેલી અટકળો વચ્ચે કહ્યુ છે કે ટાઇગર મોટા ભાગે તેમની સાથે જ રહે છે. જેકીએ કહ્યુ છે કે જો ટાઇગર આ અંગે વિચારે છે તો તેમાં અમને કોઇ વાંધો નથી. જેકીએ કહ્યુ છે કે તમામ લોકો લાફિ પાર્ટનરને શોધે છે. લગ્ન કરે છે. સાથે સાથે સેટલ થાય છે. જો ટાઇગર પણ આ અંગે વિચારે છે તો અમને તેમાં કોઇ વાંધો નથી. ટાઇગરની કોઇ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઇ રહી નથી. છેલ્લે રજૂ થયેલી ફ્લાઇંગ જાટ અને અન્ય તમામ ફિલ્મો તેની ફ્લોપ રહી છે. જો કે ટે ડાન્સ અને ફાઇટિંગમાં ખુબ કુશળ હોવાના કારણે તેની ફિલ્મો સતત આવી રહી છે. બંનેના સંબંધોને લઇને હાલમા ંતો વિરોધાભાસી હેવાલ પણ આવી રહ્યા છે. જેથી ચાહકો દુવિધામાં છે.