સેંસેક્સમાં એફએન્ડઓ પૂર્ણાહૂતિ વચ્ચે વધુ ૧૧૦ પોઇન્ટનો ઉછાળો

0
616

શેરબજારમાં આજે પણ તેજી રહી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૧૧૦ પોઇન્ટ અથવા તો ૦.૨૭ ટકા ઉછળીને ૪૧૧૩૦ની ઉંચી સપાટીએ રહ્યો હતો. ઇન્ડસઇન્ડ બેંકના શેરમાં ૨.૫૦ ટકાનો ઉછાળો રહ્યો હતો. આની સાથે જ તેના શેરમાં સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો હતો. હિરોમોટોના શેરમાં બે ટકાનો ઘટાડો રહ્યો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ આજે વધુ એક સફળતા હાંસલ કરી લીધી હતી. તેની માર્કેટ મૂડી વધીને ૧૦ લાખ કરોડના આંકડા સુધી પહોંચી ગઈ હતી. એનએસઈમાં નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ ૫૪ પોઇન્ટ ઉછળીને ૧૨૧૫૪ની ઉંચી સપાટીએ રહ્યો હતો તેમાં ઉલ્લેખનીય સુધારો જોવા મળ્યો હતો. નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં ૦.૮ ટકાનો ઉછાળો રહેતા તેની સપાટી ૩૨૧૨૪ રહી હતી. બ્રોડર માર્કેટમાં મિડકેપ અને સ્મોલકેપના શેરમાં સારી સ્થિતિ રહી હતી. નિફ્ટી મિડકેપમાં એક ટકાનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૭૨૦૭ રહી હતી જ્યારે નિફ્ટી સ્મોલકેપમાં સપાટી ૫૭૫૯ રહી હતી તેમાં ૦.૬ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો ઓટો શેર સિવાય તમામ ઇન્ડેક્સમાં તેજી રહી હતી. નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં ૩.૪૪ ટકાનો ઉછાળો રહેતા તેની સપાટી ૨૭૧૬ રહી હતી. નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં ૨ ટકાનો ઉછાળો રહેતા તેની સપાટી ૨૬૫૪ રહી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેરમાં આજે તમામની નજર રહી હતી. તેના શેરમાં કારોબારના અંતે ૦.૬૫ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. આજે કારોબાર દરમિયાન ગ્રેનુલ્સ ઇન્ડિયાના શેરમાં છ ટકાનો ઉછાળો રહેતા તેના શેરની કિંમત બાવન સપ્તાહની ઉંચી સપાટીએ રહી હતી. એવા અહેવાલ આવી રહ્યા છે કે, આ ખાનગી ઇક્વિટી કંપની ફાર્મા કંપનીમાં નિયંત્રિત હિસ્સો હાંસલ કરવાની યોજના ધરાવે છે. કારોબારના અંતે તેના શેરની કિંમતમાં ૦.૪ ટકાનો ઉછાળો રહ્યો હતો. બીજી બાજુ કોમોડિટીના ક્ષેત્રમાં તેલ કિંમતોમાં આજે સતત બીજા દિવસે ઘટાડો રહ્યો હતો. અમેરિકી ક્રૂડ અને ગેસોલીનના શેરમાં ઉછાળો રહ્યો હતો. અમેરિકા અને ચીન વચ્ચે તંગદિલી હજુ પણ હળવી બની રહી નથી. જાપાનના રિટેલ આંકડા જારી કરવામાં આવી ચુક્યા છે જે ૨૦૧૫ બાદથી ઘટી ગયા છે. સેલ ટેક્સમાં વધારો થતાં અર્થતંત્ર ઉપર અસર થઇ છે. નિકાસ અને મેન્યુફેક્ચરિંગમાં ઘટાડો થવાના લીધે મંદીની અસર જોવા મળી રહી છે. વિદેશી મૂડીરોકાણકારોએ નવેમ્બર મહિનામાં હજુ સુધી ભારતીય માર્કેટમાં ૧૭૭૨૨ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. સ્થાનિક અને વૈશ્વિક બજારોમાં તેજી વચ્ચે આ સ્થિતિ જોવા મળી રહી છે. વિદેશી રોકાણકારો લેવાલીના મૂડમાં દેખાઈ રહ્યા છે. ડિપોઝિટરી ડેટા મુજબ વિદેશી રોકાણકારોએ પહેલીથી ૨૨મી નવેમ્બર દરમિયાન ઇક્વિટીમાં ૧૭૫૪૭.૫૫ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે જ્યારે ડેબ્ટ માર્કેટમાં ૧૭૫.૨૭ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. આની સાથે કુલ રોકાણનો આંકડો ૧૭૭૨૨.૮૨ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા છે. કોમોડિટીના મોરચા પર ક્રૂડ ઓઇલની કિંમતમાં વૈશ્વિક ઘટનાક્રમ વચ્ચે ઉતારચઢાવની સ્થિતિ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here