પાલીતાણાના આદપુર ખાતે યોજાનાર રાજ્યકક્ષાના ૪૭ મા વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન અંગે પત્રકાર પરિષદ સંબોધતા જિલ્લા વિકાસ અધિકારી બરનવાલ

549

પાલીતાણાના આદપુર ખાતે આગામી ત.૧/૧૨/૧૯ થી તા. ૪/૧૨/૧૯ સુધી યોજાનાર રાજ્યકક્ષાના ૪૭ મા વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન અંગેની માહિતી પૂરી પાડવા જિલ્લા વિકાસ અધિકારીશ્રી વરૂણકુમાર બરનવાલના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયતના સભા ખંડ ખાતે પત્રકાર પરિષદનુ આયોજન કરવામા આવ્યુ હતુ.જેમા માહિતી આપતા જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યુ હતુ કે શાળાના વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન, શિક્ષણ તેમજ પર્યાવરણ  પ્રત્યે અભિરૂચી વધે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો વિકાસ થાય તે હેતુસર જી.સી.આર.ટી-ગાંધીનગર દ્વારા દર વર્ષે વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શનનું સમગ્ર રાજ્યમાં આયોજન કરવામાં આવે છે.ચાલુ વર્ષે ડો. વિક્રમ સારાભાઈ રાજ્ય વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શન ૨૦૧૯નું આયોજન ‘સિદ્ધવડ’-આદપુર, તાલુકો પાલીતાણા, જીલ્લો – ભાવનગર ખાતે તા. ૦૧/૧૨/૨૦૧૯ થી તા. ૦૪/૧૨/૨૦૧૯ દરમિયાન કરવામાં આવેલ છે. આ પ્રદર્શનમાં સમગ્ર રાજ્યમાંથી ૪૦૦ મોડેલ સહિત અંદાજિત ૧૨૦૦ વિદ્યાર્થીઓ અને શિક્ષકો હાજર રહેનાર છે. વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને માર્ગદર્શન મળે તે હેતુથી ડો.અરૂણભાઇ દવે, નિયામકશ્રી લોકભારતી સણોસરા, ડો.જે.જે રાવલ – પૂર્વ નિયામકશ્રી નહેરૂ સાયન્સ સેન્ટર મુંબઇ, ડો.પંકજ જોષી – ટાટા ઇન્સટીટ્યુટ મુંબઈ, ડો.નવનીતભાઇ રાઠોડ – નિવૃત પ્રોફેસર, જેવા વકતાઓના વક્તવ્ય, વાર્તાલાપ તેમજ પ્રશ્નોતરીનુ પણ સાથે સાથે આયોજન કરવામા આવેલ છે.

૨૫ વર્ષ બાદ ભાવનગર જિલ્લામા આ પ્રકારનુ રાજ્યકક્ષાનું આયોજન થવા જઈ રહ્યુ છે જેને નિહાળવા તેમજ પ્રદર્શનમા ભાગ લઈ રહેલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા પ્રદર્શનની રૂબરૂ મુલાકાત લેવા શ્રી હિરેન ભટ્ટ, પ્રાચાર્યશ્રી, ડાયેટ ભાવનગર દ્વારા જાહેર જનતાને આમંત્રણ પાઠવવામા આવ્યુ હતું.

Previous articleજામખંભાળિયા :  નિશા ગોંડલિયા પર ફાયરિંગ
Next article૬૬૦ કિલો પોશ ડોડા સાથે 2 ઈસમ ને ઝડપી લેતી વેળાવદર ભાલ પોલીસ