બોટાદ પોલીસે 19 શંકાસ્પદ એન્ડ્રોઈડ મોબાઇલ ફોન સાથે એકને ઝડપી લીધો

681

આઈફોન,સેમસંગ,વીવો,એમ.આઈ.,રેડમી કંપનીના ૨,૨૮,૦૦૦ ના મોબાઈલ ફોન કબ્જે કરતી પોલીસ

બોટાદ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સુચના મુજબ મિલ્કત વિરૂધ્ધનાં ગુન્હાઓ શોધી કાઢવાની ઝુંબેશ અંગે અને વિભાગીય પોલીસ અધિકારી રાજદિપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ બોટાદ પોલીસ સ્ટેશનના અનડીટેક્ટ મોબાઈલ ચોરીના ગુન્હાઓ શોધી કાઢવા માટે બોટાદ પોલીસ સ્ટેશનના પ્રો. નાયબ પોલીસ અધિક્ષક ડો.જે.જે.ગામીત તથા પોલીસ ઈસ્પેકટર આર.બી.કરમટીયા તેમજ સ્ટાફ દ્રારા બોટાદના લાઠિદડ ગામે બીલ વગરના એન્ડ્રોઈડ મોબાઈલ ફોન વેચતો ઈસમ રણછોડભાઈ ખીમાભાઈ બોળીયા જાતે-ભરવાડ ઉ.૨૧ રહે- લાઠિદડ લાઠિદડ ગામના બસ સ્ટેન્ડે શંકાસ્પદ હાલતમાં મળી આવતા સદર ઈસમ પાસે રહેલ થેલો ચેક કરતા તેમાં આઈફોન, સેમસંગ, વીવો, એમ.આઈ., રેડમી કંપનીનાં મોબાઇલ નંગ ૧૯ જેના બિલ કે આધાર પુરાવા માગતા નહિ હોવાનુ જણાતવા અને સદર મોબાઈલ ફોન છળ-કપટથી મેળવેલ હોવાની શંકા હોય જેથી મોબાઈલ નંગ-૧૯ કુલ મુદ્દામાલ કિ.રૂ.૨,૨૮,૦૦૦ ઈસમના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી જે કામગીરીમાં બોટાદ પો.સ્ટે ના હેડ કોન્સ. ભગીરથસિંહ લીંબોલા, પો.કોન્સ. ભાવેશભાઇ શાહ, પો.કોન્સ. રાજેશભાઇ ધરજીયા દ્રારા કામગીરી કરવામાં આવી હતી.

તસવીર-વિપુલ લુહાર

Previous articleપ્રાકૃતિક કૃષિ દ્વારા ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે નવો જ અધ્‍યાય શરૂ થઇ રહ્યો છેઃ પ્રાકૃતિક કૃષિથી ગામના પૈસા ગામમાં શહેરના પૈસા પણ ગામમાં આવશે
Next articleઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ