ડી.પી.એસ. ઇસ્ટના ૮૦૦ બાળકોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા લેવાયેલ નિર્ણય બદલ શિક્ષણ મંત્રી શ્રી ચૂડાસમાનો આભાર માનતું વાલીમંડળ

5995

ડી.પી.એસ. ઇસ્ટના ૮૦૦ બાળકોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા લેવાયેલ નિર્ણયને લઇને શાળાનું શેક્ષણિક કાર્ય ચાલુ રાખવા બદલ આજે વાલીમંડળ દ્વારા ગાંધીનગર ખાતે રૂબરૂ મળીને રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાનો લાગણીસભર આભાર માન્યો હતો.

શિક્ષણ મંત્રી શ્રી ચૂડાસમાએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે માત્ર વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓના હિતમાં આ નિર્ણય કર્યોછે. સરકારે પ્રજાના હિતમાં કાયદાની મર્યાદામાં રહીને નિર્ણય કરવાના હોય છે. તેમણે કહ્યું હતું કે, સરકારે વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દીને ધ્યાને રાખીને રાજ્યમાં પ્રથમવાર કોઇ ખાનગી શાળાનો વહીવટ પોતાના હસ્તક લીધો છે. આ પ્રસંગે વાલીમંડળ દ્વારા આભાર વ્યક્ત કરતો લાગણી સભર પત્ર પણ શિક્ષણ મંત્રીશ્રી ચૂડાસમાને એનાયત કરીને અભિવાદન કરવામાં આવ્યું હતું.