કાર્તિક અને અનન્યા પાન્ડે પોતાની ફિલ્મને લઇ ખુશ

0
350

કાર્તિક આર્યન અને અનન્યા પાન્ડે પોતાની ફિલ્મને લઇને આશાવાદી છે. તેમની પતિ પત્નિ ઔર વો નામની ફિલ્મ આઈજે દેશભરમાં રજૂ કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક દિવસોમાં બોલિવુડ અભિનેતા કાર્તિક આર્યન કોઇને કોઇ કારણસર ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ પોતાની ફિલ્મ લુકાછિપીના કારણે કાર્તિક ભારે ચર્ચામાં રહ્યો હતો. હવે એવા હેવાલ આવ્યા છે કે વિતેલા વર્ષોની સુપરહિટ ફિલ્મ અને સંજીવ કુમાર અભિનિત ફિલ્મ પતિ પત્નિ ઔર વોની રીમેકમાં કાર્તિક શાનદાર ભૂમિકા અદા કરી ગયો છે. આજે આ ફિલ્મ રજૂ કરવામાં આવ્યા બાદ દેશભરમાં આ ફિલ્મ સફળ રહેશે. પહેલા હેવાલ આવ્યા હતા કે તાપ્સીને ફિલ્મમાં લેવામાં આવનાર છે. જો કે છેલ્લી ઘડીએ કોઇને વાત કર્યા વગર તાપ્સીને પડતી મુકી દેવામાં આવી હતી. આ ફિલ્મના કલાકારો નક્કી કરી લેવામાં આવ્યા હતા. અનન્યા અને ભૂમિને છેલ્લી ઘડીએ લઇને ફિલ્મ બનાવવામાં આવી હતી. ભૂમિ કાર્તિકની પત્નિ તરીકે ફિલ્મમાં કામ કરી રહી છે. જ્યારે અનન્યા પાન્ડે પ્રેમિકા તરીકે ફિલ્મમાં નજરે પડનાર છે. ફિલ્મનુ નિર્દેશનનુ કામ મુદ્દાસીરે કર્યુ છે. ફિલ્મની પટકથા સંપૂર્ણપણે તૈયાર કરી લેવામાં આવ્યા બાદ ભારે ચર્ચા રહી હતી. ભૂમિ અને અનન્યા પાન્ડે ફિલ્મને લઇને ભારે આશાવાદી છે. કાર્તિક હાલના સમયમાં બોલિવુડમાં સૌથી લોકપ્રિય યુવા સ્ટાર તરીકે ઉભરી ચુક્યો છે. યુવા પેઢીની દરેક અભિનેત્રી તેની સાથે કામ કરવા માટે ઇચ્છુક છે. જેમાં સારા અલી ખાન પણ સામેલ છે. અનન્યા પાન્ડે પણ જોરદાર રોલ ફિલ્મમાં ધરાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here