ગાંધીનગરમાં કલાર્કની પરીક્ષામાં ગેરરીતના મામલે કોંગ્રેસ દ્વારા હલ્લાબોલ

0
324

બીન સચીવાલય કલાર્કની પરિક્ષામાં થયેલી ગેરરિતીને મામલે કોંગ્રેસ સમિતી દ્વારા વિધાનસભા ગાંધીનગર ઘેરાવ કરવાનાં કાર્યક્રમનું આહવાન કરવામાં આવ્યુ હતું. ત્યારે સમગ્ર ગુજરાતમાંથી યુથ કોંગ્રેસનાં કાર્યકર્તાઓ ગાંધીનગર ખાતે પહોચ્યા હતા. દરમિયાનમાં યુથ કોંગ્રેસનાં કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. તેમજ ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ તથા વિરોધપક્ષનાં નેતાની મોડી રાત્રે ભાવનગરમાંથી જ અટકાયત કરી લીધી હતી.
બીન સચીવાલય કલાર્કની પરીક્ષામાં થયેલ ગરેરિતીઓનાં મામલે ઉમેદવારો દ્વારા ગાંધીનગર ખાતે આંદોલન ચાલી રહ્યુ છે. આ મામલે તે ગંભીરગણી ગુજરાત કોંગ્રેસ સમિતી દ્વારા ગાંધીનગર ખાતે એકત્ર થઈ ઘેરાવ કરવાનાં આહવાન કરવામાં આવ્યુ હતું. આ સમગ્ર કાર્યક્રમમાં ભાવનગર યુથ કોંગ્રેસનાં કાર્યકર્તાઓ ગાંધીનગર પહોચ્યા હતા આ કાર્યક્રમ સ્થળે પહોંચતાની સાથે જ લાલભા ગોહિલ સહિતનાં યુથ કોંગ્રેસનાં કાર્યોની અટકાયત કરી લેવામાં આવી હતી.


તદઉપરાંત આ કાર્યક્રમમાં જાડાવા માટે જઈ રહેલા ભાવનગર કોંગ્રેસનાં વિરોધપક્ષનાં નેતા જયદિપસિંહ ગોહિલ અને શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણીની મોડી રાત્રે ભાવનગરમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here