ઘોઘા બંદર ખાતે કોસ્ટલ સીક્યુરીટી અંગે SP દ્રારા વિવિધ આગેવાનો સાથે મીટીંગ યોજાઇ

0
434

ભારત દેશને ખુબજ લાંબો દરિયા કિનારો છે જેમા પણ ખાસ કરીને ગુજરાત રાજ્યને ૧૬૦૦ કી.મી.નો દરિયા કિનારો છે અને આ દરિયા કિનારાની સુરક્ષાની તકેદારીની જવાબદારી નેવી, કોસ્ટલ ગાર્ડ તથા પોલીસના શીરે હોય છે. ભુતકાળમાં ભારતદેશમાં થયેલ આતંકવાદી હુમલાઓ બાદ તપાસ એજન્સીઓને એવુ ધ્યાને આવેલ છે કે આતંકવાદી પ્રવૃતી ફેલાવવા દેશમાં ઘુસણ ખોરી કરવા પ્રવેશ કરવા, સ્મગલીંગ અને બીજી ગેરકાયદેસર પ્રવૃતી કરવા માટે દરિયાઇ માર્ગનો મોટા ભાગે ઉપયોગ કરવામાં આવેલ છે. જેથી સુરક્ષા એજન્સીઓના શીરે મોટી જવાબદારી આવી પડે છે અને આ જવાબદારીને ગુજરાત પોલીસ ખુબ સારી રીતે નિભાવે છે.

આજરોજ ભાવનગર પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌડની અધ્યક્ષતામાં ઘોઘા બંદર ખાતે કોસ્ટલ સીક્યુરીટી અંગે ખાસ મીટીંગનું આયોજન કરવામાં આવેલ આ મીટીંગમાં ભાવનગર એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટ તથા પોર્ટ મરીન પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. મંડેરા પણ હાજર રહેલ રહેલ હતા તેમજ મીંટીંગમાં ખાસ કરીને કોસ્ટલ કિનારના ગામોના સરપંચો તથા આગેવાનો તથા ફીશરમેન વોચ ગૃપના સભ્યો તથા આમ નાગરીકો પણ હાજર રહેલ હતા
મીટીંગમાં કોસ્ટલ સીક્યુરીટી અંગે ચર્ચા કરવામાં આવેલ હતી ફીશરમેનેનો દરિયામાં માછીમારી કરવા જતી વખતે શુ શુ કાળજી અને તકેદારી રાખવી તથા કોઇ શંકાસ્પદ બોટ અથવા પ્રવૃતી ધ્યાને આવ્યે સુરક્ષા એજન્સીઓને તાત્કાલીક જાણ કરવા સમજ આપવામાં આવેલ હતી અને સાથો સાથ કોસ્ટલ કિનારાના ગામોના સરપંચો તથા આગેવાનોને પણ દરિયાઇ સુરક્ષા અંગે તકેદારી અને સાવધાની રાખવા સમજ કરવામાં આવેલ હતી મીટીંમાં સરપંચો તથા અગેવાનો તથા ફીશરમેન વોચ ગૃપના સભ્યો વિગેરે મળી અંદાજે ૧૦૦ જેટલા માસો ઉપસ્થિત રહેલ હતા.


દરિયાઇ સુરક્ષામાં પોલીસ તથા સુરક્ષા એજન્સીઓને સહયોગ કરવા પોલીસ તરફથી અપીલ કરવામાં આવી હતી.

 

તસ્વીર : નીતિન મેર (ઘોઘા)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here