સંકલનમાં રજૂ થયેલા પ્રશ્નો જવાબદારી પૂર્વક સંવેદના સાથે ઉકેલવા તાકીદ કરતા જિલ્લા કલેકટર શ્રી સી.જે.પટેલ

698

જિલ્લા વહિવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી અને ચૂંટાયેલા પદાધિકારીઓ દ્વારા પ્રજાના પ્રશ્નોની
રજૂઆતને ઉકેલવા જિલ્લા કલેકટર શ્રીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન (વ) ફરીયાદ સમિતિની બેઠકની
સાથે સાથે વહિવટીતંત્રના પ્રશ્નો અંગે સબંધિત અધિકારીઓ દ્વારા થયેલ કામગીરી અને બાકી રહેલા
કામની સમીક્ષા આ બેઠકમાં કરવામાં આવે છે. જેમાં જિલ્લાની જુદી-જુદી કચેરીના વડાઓ જાતે હાજર
રહીને કરેલી કામગીરીનો ચિતાર આપતા હોય છે.


સાબરકાંઠા જિલ્લા સંકલન સમિતિની બેઠક શનિવારના રોજ કલેકટર કચેરી સભાખંડમાં
નવનિયુક્ત જિલ્લા કલેકટર શ્રી સી.જે.પટેલની અધ્યક્ષતામાં પ્રથમ બેઠક મળી હતી. આ બેઠકમાં
હિંમતનતગરના ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ ચાવડા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડૉ. રાજેન્દ્ર પટેલ, જિલ્લા
પોલીસ વડા શ્રી ચૈત્નય માંડલિક, અધિક નિવાસી કલેકટર શ્રી વી.એલ.પટેલ અને જિલ્લાના વિવિધ
વિભાગોના સબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહીને રજૂ થયેલા પ્રશ્નો અંગે સ્ટેટસ રીપોર્ટ રજૂ કર્યો હતો,
પરંતુ જિલ્લા કલેકટરશ્રી સી.જે.પટેલ દ્વારા રજૂ થયેલા પ્રશ્નોના ઉંડાણમાં જઇ કાયમી ઉકેલ લાવવા અંગે
તલસ્પર્શી વિષદ ચર્ચા કરીને તેમના વહિવટીતંત્રમાં કરેલી કામગીરી અંગેના બહોળા અનુભવનો
પરીચય આપ્યો હતો. કોઠાસૂઝ અને નિયમોનુસાર મકક્તાપૂર્વક ઉકેલ તરફ આગળ વધવા સબંધિત
અધિકારીઓને તાકીદ કરી હતી અને સાથે સ્પષ્ટ આગ્રહ રાખ્યો હતો કે, સંકલનની બેઠકમાં અધિકારી
જાતે હાજર જ રહે અને ન હાજર રહે તેમની સામે પણ કાર્યવાહિ કરવા તાકીદની સૂચના આપી હતી
બેઠકમાં પુરેપુરી માહિતી સાથે ઉપસ્થિત રહેવા હાકલ કરી હતી. આ સંકલન બેઠકમાં અસરગ્રસ્તોને જમીન ફાળવણી સિંચાઇ વિભાગના પરીપત્રનો અભ્યાસ કરીને ચૂંટાયેલા પ્રતિનિધિઅને સ્થાનિક આગેવાનોને સાથે રાખીને રેકર્ડ જોઇને નિયામોનુસાર કાર્યવાહી કરવા જણાવ્યું હતું, અગાઉના ચુકાદાઓમાં અસમંજસ હોયતો નવા સુધારાને અવકાશ હોયતો મામલતદાર, પ્રાંત અને સિંચાઇ વિભાગે સાથે મળી તે પ્રમાણે કાર્યવાહી કરવા જણાવ્યું હતું આ બેઠકમાં વિધવા સહાય અંગે ધારાસભ્ય શ્રી ચાવડાએ જણાવ્યું હતું કે, કુટુંબની વ્યાખ્યા અને આવકના પ્રમાણપત્રો અંગે અધિકારીઓએ સ્વવિવેકબુધ્ધિનો ઉપયોગ કરીને આપે તો ઘણી વિધવા બહેનોને લાભ મળી શકે તેમ છે.
બેઠકમાં ગૃહાઇ જળાશય યોજનાના અસરગ્રસ્તોને રહેણાંક અંગેના પ્લોટ આપવાની રજૂઆત થઇ હતી.
અસરગ્રસ્તોએ દબાણ કર્યુ હોય તો દૂર કરીને નિયામોનુસાર અન્ય જગ્યાએ જમીન ફાળવવા કહ્યુ હતું. સર્વેયર, તલાટી મામલતદાર, પ્રાંત અને સિચાઇ વિભાગના સંયુક્ત રીતે મળીનેદબાણ હટાવવાની કામગીરી કરી જરૂર જણાયતો પોલીસ પ્રોટેકશન સાથે રાખીને પણ પંચાયત અને અસરગ્રસ્તોના પ્રશ્નો ઉકેલવા આગળ આવે
સંકલનમાં ટ્રાયબલ સબ પ્લાન, આરોગ્ય, શિક્ષણ, સિંચાઇ, વન વિભાગ અને સિંચાઇ અંગેના પ્રશ્નોના
બેઠકમાં ચર્ચવામાં આવ્યા હતા, આ બેઠકમાં જે કઇ આંકડાકીય વિગતો આપો તે પુરતી કાળજીથી ચકાસણી કરીને આપે અને કાળજીપૂર્વક વાંચીને અધિકારીએ જાતે સહિ કરવી તેમ જણાવ્યું હતું. બેઠકના બીજા ભાગમાં સબંધિત અધિકારીઓની કચેરીમાં વયનિવૃત્તિ અને પેન્શન તેમજ વેરાવસુલાત અંગેની સમીક્ષા કરવામાં આવી હતી.નિવૃત્ત થતા કર્મચારીને સમયસર પેન્શન મળે ધક્કો ન ખાય તે માટે તમે તમારી જાતને મુકીને પહેલા વિચારજો સાથે વિના વિલંબે કાર્યવાહી કરવા જણાવ્યું હતું આ સાથે રાત્રી સભામાં પણ રજૂ થતા પ્રશ્નો અંગે પૂરી સંવેદના અને ગંભીરતાથી ઉકેલવા તાકીદ કરવામાં આવી હતી.લોકોને સગવડતા મળે ક્યાંય અગવડતા ન પડે તેનુ ધ્યાન રાખવા સબંધિત અધિકારીઓને જિલ્લા કલેકટરશ્રીએ સૂચના આપી હતી. વેરા વસૂલાત અંગે ગંભીરતા દાખવી ઝડપથી વસૂલાત કરવા જણાવ્યું હતું. મોટી રકમ બાકી હોય તેમની સામે કડક હાથે કામ લઇ ઝુંબેશ ચલાવવા પણ જણાવ્યું હતું ચૂંટાયેલ પ્રતિનિધિઓ, ધારાસભ્ય, સાસંદ, મંત્રી કે મુખ્યમંત્રીશ્રીના રેફરન્સવાળા પત્રોને પ્રાધાન્ય આપી તાકીદે ઉકેલવા અને થયેલ કાર્યવાહી અંગે કલેકટર કચેરીના જનસંપર્કમાં જાણ કરીને સમયસર નિકાલ કરવો તેવી સ્પષ્ટ સૂચના આપી હતી. સંકલન બેઠકમાં સાબરકાંઠા જિલ્લાના સબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleવિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલ માં તા-૨૧/૧૨/૨૦૧૯ ને શનિવારનાં રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ – ગાંધીનગર દ્વારા આયોજીત પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા – ૨૦૧૯ નું સફળ આયોજન થયું
Next articleવિદ્યાધીશ વિદ્યાસંકુલ ખાતે “વિદ્યારંગ 8″શિર્ષક અંતર્ગત રંગારંગ કાર્યક્રમ યોજાયો