મિસ યોગીની ઓફ વર્લ્ડ હેતસ્વી સોમાણી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે મુલાકાત કરી

1280

યોગ ઇન્ટરનેશનલ ચેમ્પિયન હેતસ્વી સોમાણી સાથે તેમનો પરિવાર માથી માતા નેહલબેન,ભાઈ ધાર્મિકભાઈ અને પતિ કાર્તિક એ લીધી માનનીય ચિફ મિનિસ્ટર વિજયભાઈ રૂપાણી ના બંગલા ની મુલાકાત , જાણવા મલ્યુ છે કે હેતસ્વી બેન એ સાહેબ ને મળવા માટે જ્યારે અપોઇમેંટ મુકી ત્યારે બેક બંડીગ ક્વિન ની પ્રોફાઇલ,અપિલ ભર્યાં પ્રશ્નનો,સ્નેહ અને વહાલ ભર્યાં વાક્યો વાંચી ને રૂપાણી સાહેબને રસપ્રદ લાગતા હેતસ્વીબેન સાથે વધુ ટાઈમ લઈ શકે અને વધુ ચર્ચા કરી સકે એ માટે હેતસ્વી ને CM સાહેબ ની ઓફિસ નહી પરંતુ CM સાહેબ ના બંગલએ રાજ ભવન મા આમંત્રણ આપ્યુ હતું જે ખુબ ગૌરવની બાબત છે

તેમજ બેક બંડીગ ક્વીન હજુ 20 વર્ષ ના છે પરંતુ તેમના ઉચ્ચ અને રસપ્રદ વિચારો તેની ઉમ્મર કરતા પણ બમણા છે, વધુ જાણવા મલ્યુ કે રૂપાણી સાહેબ સાથે ની મિટિંગ ની ચર્ચા ને લઈને તેઓ નું કેહવુ છે કે યોગાસન રમત માં તેઓ પોતે અને બાકીના ભાઈઓ-બાહેંનો દેશ માટે ખુબ મેડલો જીતે છે ત્યારે દરેક પાર્ટિસિપેટ ને બિજી બધી રમતો જેટલા જ લાભ મળે અને યોગાસન રમત ને નેશનલ અને ઇન્ટરનેશનલ સ્પોર્ટસ લેવલે મા સામેલ કરે તેવી સ્નેહ ભરી અપિલ હેતસ્વી એ શ્રી વિજયભાઈ રૂપાણી ને કરી હતી અને બેનના વિચારો, તમામ અપિલ અને પ્રશ્નનો સાંભળી ને CM સાહેબ ખુબ જ આનંદીત થયા અને શુભેચ્છાઓ પાઠવી તેમજ વધુ ખુશીની બાબત એ છે કે સાહેબ એ પોતે બેન ના તમામ પ્રશ્નનો એક ડાયરી મા લખ્યા અને જણાવ્યુ કે આ અંગે આગળ જરુર ને જરુર કાર્યવાહી કરશે.તેમજ સાહેબ ની મુલાકાત માટે વિશાલ ભાઈ રામાનુજ અને ભુલાભાઈ દેસાઈ એ તેમના મુંહબોલેલા બંને મોટા ભાઇયો રૂપે એ સહાય કરી છે તેઓ ભાજપના કાર્યકર્તા તરિકે મદદ આપી રહ્યા છે.

Previous articleસમયરૂપી સ્ટેશન -( અનુભવના ઓટલે અંક: ૪૦)
Next articleવલ્લભીપુરમાં છેલ્લાં એક વર્ષથી ગટર ની સમસ્યા