સાબર સ્ટેડિયમની ૨૪ દિકરીઓ રાષ્ટ્રીયકક્ષાએ ગુજરાતનુ પ્રતિનિધિત્વ કરશે. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં ભાગ લેશે

556

રમશે ગુજરાત, જીતશે  ગુજરાત અને ખેલે ઇન્ડીયા જીતે ઇન્ડિયાના સૂત્રના પ્રણેતા તાત્કાલિક મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ૩૧ ડીસેમ્બર ૨૦૦૯ના રોજ સ્વામી વિવેકાનંદ જન શક્તિ સ્ટેડિયમ હિંમતનગરને જનતા માટે ખુલ્લું મૂકયું હતું. જેને આજે  ૧૧ વર્ષ પૂર્ણ થયા છે

જે ઉદ્દેશ્યથી આ સ્ટેડિયમની સ્થાપના થઈ હતી તે ઉદ્દેશ્ય આજે ખરેખર સફળ થતો નજરે પડે છે. આ સાબર સ્ટેડિયમના પ્રશિક્ષણથી  ખેલાડિઓને એક અનેરો અવસર મળ્યો છે આ સ્ટેડિયમના નિવાસી ખેલાડી દિકરીઓ ખેલ મહાકુંભમાં તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાએ પોતાનુ કૌવત બખૂબી બતાવી હવે રાષ્ટ્રીયકક્ષાએ વિવિધ સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરી મેદાનમાં પોતાનુ હિર બતાવા જઈ રહ્યા છે. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ સ્પર્ધામાં પોતાનું હિર સાબિત કરવા ગુવાહાટી(આસામ), કુરુક્ષેત્ર(હરીયાણા) અને ગુંટુર(આંધ્રપ્રદેશ) જઈ રહ્યા છે.

      સાબર સ્ટેડિયમ દ્રારા પ્રતિભાશાળી ખેલાડીઓને  વિવિધ રમતોમાં સવાર-સાંજ પ્રશિક્ષિત કરીને  રાજ્યકક્ષાએ જ નહિ પરંતુ રાષ્ટ્રીયકક્ષાએ પ્રોત્સાહન પુરુ પાડવાનુ જે ઉમદા કાર્ય આ સ્ટેડિયમથી થઈ રહ્યું છે તેમાં એક નવા ઇતિહાસના અધ્યાયનો હવે ઉમેરો થશે. સાબર સ્ટેડિયમની ૨૪ હોનહાર દિકરીઓ રાષ્ટ્રીયકક્ષાએ ગુજરાતનુ નામ રોશન કરવા રમવા જઈ રહી છે. તેમની સફળતા માટે આપણે સૌ ગુજરાતીઓ શુભેચ્છા પાઠવીએ અને વહિવટીતંત્ર તથા સરકાર પણ તેમની પડખે છે.તેઓ ઝળહળતી સફળતા મેળવે તેવી શુભકામના પાઠ્વીએ. આ દિકરીઓમાં કેટલીક દિકરીઓ ખુબ જ સામાન્ય પરિવારોમાંથી આવે છે. તેમને અહિ સઘન પ્રશિક્ષણ અને પધ્ધતિસરની તાલીમ મેળવી દિકરીઓ મેદાનમાં પણ કાંઇક કરી દેખાડવાની ખેવનાને સાકાર કરવા  તેમના કોચ મદદરૂપ થાય છે. જે હવે ત્રણ રાજ્યોમાં રમાનાર ખેલમાં ભાગ લેવા જઈ રહેલ ખેલાડીઓમાં ગત ડિસેમ્બર માસમાં પંજાબના સંગરૂર જિલ્લામાં યોજાયેલ ૬૫મી એથ્લેટિકસ સ્પાર્ધામાં ભાંખરાની કુ. નિરમા અસારીએ ૫.૬૭ મીટરની છલાંગ લગાવી ગુજરાત માટે સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો તે ખેલો ઇન્ડિયા યુથ એથ્લેટિકસમાં લાંબી કુદ અંડર ૧૭માં ગુજરાતનુ પ્રતિનિધિત્વ કરશે, કુ. ભણાત કાજલ બરછી ફેકમાં તેમજ કુ. જાડા રીન્કલ એથ્લેટિકસ ૩૦૦૦મી. દોડમાં અંડર ૧૭માં ગુજરાતનુ પ્રતિનિધિત્વ કરશે.આ ગેમ્સ ગુવાહાટી અસમમાં રમાશે આમ રમત-ગમતની સ્પર્ધા માટેખેલાડીઓને તૈયાર કરવામાં કોચ દ્રારા સખત મહેનત અને માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવ્યું છે તેવા કોચશ્રી સંજય યાદવે આ અંગે પ્રત્યુતર આપતા જણાવ્યું હતું કે, ગુજરાતની આ દિકરીઓ મેડલ જીતવામાં સફળ રહેશે તેવો મને વિશ્વાસ છે.

   જ્યારે ટીમ ઇવેન્ટમાં ફૂટબોલની ત્રણ અલગ-અલગ કેટેગરીની ટીમમાં સમગ્ર ગુજરાતમાંથી પસંદ થયેલ શ્રેષ્ઠ ખેલાડીઓ જ રમશે આ ત્રણ ટીમમાં પણ મોટા ભાગે સાબર સ્ટેડિયમની ખેલાડિઓની સંખ્યા વધુ છે. ફૂટબોલ અંડર ૧૪ ટીમ હરિયાણાના કુરુક્ષેત્રમાં અને ફૂટબોલ અંડર ૧૯  આંધ્રપ્રદેશના ગુંટુરમાં રમાનાર સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડીયા (એસ.જી.એફ.આઇ) સ્પર્ધામાં ભાગ લેશે. આ સિવાય ખેલો ઇન્ડિયામાં ફૂટબોલ અંડર ૧૭ની ટીમમાં અસમના ગુવાહાટીમાં ગુજરાતનુ પ્રતિનિધિત્વ કરવા જઈ રહી છે. જેમાં એક ટીમ તા. ૧૦મી અને બીજી ટીમ તા.૧૧મી જાન્યુઆરીએ વિમાન દ્રારા જશે જેથી ખેલાડીઓનો સમય બચે અને મુસાફરીના કારણે તેઓ થાક્યા કે કંટાળા વિના પોતાનો શ્રેષ્ઠ દેખાવ કરી શકે. આ તમામ સ્પર્ધકોને સાબરકાંઠા વહિવટીતંત્ર અને સાબર સ્ટેડિયમ સફળતા માટે  ખૂબ ખૂબ શુભકામના પાઠવે છે.

Previous articleઅર્થની રિમેકથી જેક્લીનનો પત્તો કપાઇ ગયો : સ્વરા ઇન
Next articleફિલ્ડ આઉટરિચ બ્યુરો, જૂનાગઢ દ્વારા ભાવનગર જિલ્લાના સોનગઢ ખાતે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત જનસંપર્ક કાર્યક્રમ યોજાયો