સુરત,પ્રેરણા ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૨૬ મી જાન્યુઆરી ના રોજ ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી

542

સુરત,પ્રેરણા ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌશાળામાં ગૌ ભક્તિની સાથે સાથે રાષ્ટ્ર ભક્તિ કરી ૨૬ મી જાન્યુઆરી ના રોજ ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી કામરેજ તાલુકામાં આવેલ થારોલી ગામમાં સુરત પાંજરાપોળની વ્રજભૂમિ શાખામાં અઠવાડિયામાં ચાર દિવસ સવારે વહેલા ગૌમાતાને નિરણ નિરવી કબૂતરોના ચણ નાખવી બીમાર ગૌવંશ ની સારવાર કરવી વિગેરે સેવા કરતી સંસ્થા પ્રેરણા ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજે ગણતંત્ર દિવસ નિમિત્તે ગૌશાળામાં ગૌમાતા નિરણ નિર્યા બાદ આન બાન અને શાનથી ધ્વજવંદન કરી સલામી અર્પણ કરી આજનો દિવસ રાષ્ટ્ર ને અર્પણ કર્યો.

જેમાં સંસ્થાના દર ગુરૂવાર ના કાયમી દાતા નટુ ભાઈ કાછડિયા તેમજ નીતિન ભાઈ રાદડિયા ગ્રુપ સાથે હાજર રહી તેમજ અમારી સહયોગી રહેલી સંસ્થા શ્રી સત્યાય ગૌ સેવા સમિતિ તેમજ સંસ્થાના સભ્યોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી્.

તસ્વીર:- વિરલ વરીયા ( સુરત )

Previous articleભાવનગર જીલ્લાની તથા બહારના જીલ્લાની મળી કુલ ૨૦ ઘરફોડ ચોરીઓ ડીટેકટ કરી બે ઇસમને પકડી પડતી લોકલ ક્રાઇમ બ્રાંચ ભાવનગર
Next articleગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઇ ચાવડા ની ઉપસ્થિતિ માં વલભીપુર તથા ઉમરાળા માં યોજાશે સંવાદ કાર્યક્રમ