મલંગ ફિલ્મ માટે જોલીથી દિશા પટનીની પ્રેરિત થઇ

629

દિશા પટની હાલના સમયમાં સૌથી મલ્ટી ટેલેન્ટેડ તથા ફિટ અભિનેત્રીઓ પૈકી એક તરીકે છે. હાલમાં જ તેની આવનાર ફિલ્મ મલંગના ટ્‌ેલરને લોંચ કરવામાં આવ્યા બાદ આની ચર્ચા છે. ટ્રેલરને ખુબ પ્રશંસા મળી રહી છે. ફિલ્મમાં દિશા પટની ગ્રેડ શેડની ભૂમિકામાં નજરે પડનાર છે. આના માટે દિશાએ ખાસ તૈયારી કરી છે. દિશાએ વાત કરતા કહ્યુ છે કે આ ખુબ જ રોમાંચક ફિલ્મ તરીકે રહેશે. તેનુ કહેવુ છે કે ખુબ ઓછી અભિનેત્રીઓને આ પ્રકારના રોલ મળે છે. જેથી તે આ રોલને ગુમાવવા માટે તૈયાર ન હતી. ફિલ્મમાં કામકરવાની તક ઝડપી લીધી હતી. આ ફિલ્મ હવે સાતમી ફેબ્રુઆરીના દિવસે રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મમાં અનેક ટોપ સ્ટાર છે. જેમાં આદિત્ય રોય કપુર અને અનિલ કપુરનો સમાવેશ થાય છે. તેનુ કહેવુ છે કે તે ફિલ્મમાં નેગેટિવ રોલમાં દેખાનાર છે. હોલિવુડની સ્ટાર અભિનેત્રી જોલીને તે ફેવરીટ ગણે છે. તેનાથી પ્રેરણા લઇને તે રોલ કરી રહી છે. તેનુ કહેવુ છે કે એન્જેલિના જોલી ગ્રે શેડની ભૂમિકાવાળી ફિલ્મોમાં શ્રેષ્ઠ રોલ કરે છે. તેની નેગેટિવ રોલવાળી ફિલ્મો તેના માટે આદર્શ તરીકે રહી છે. કૃણાળ ખેમુ પણ ફિલ્મમાં નેગેટિવ રોલમાં નજરે પડનાર છે. હાલમાં અનિલ કપુુરે એક મુલાકાતમાં કહ્યુ હતુ કેતે કૃણાળ ખેમુની ભૂમિકા કરવા માટે ઇચ્છુક હતો.
ફિલ્મમાં આંશિકી ફેઇમ આદિત્ય રોલ કપુર પ્રથમ વખત એક એક્શન રોલમાં નજરે પડનાર છે. લાંબા સમય બાદ તેની પાસે એક મોટી ફિલ્મ હાથ લાગી છે. દિશા પટની સોશિયલ મિડિયા પર સૌથી વધુ ચર્ચામાં રહે છે. તે તેના બોલ્ડ એ સેક્સી ફોટો સતત મુકતી રહે છે. સોશિયલ મિડિયા પર તેના ફેન્સની સંખ્યા સતત વધી રહી છે. મલંગ માટેના ઓફિશિયલ ટ્‌લેરને લોંચ કરવામાં આવ્યા બાદ હવે ફિલ્મની ચાહકો ઉત્સુકતાથી રાહ જોઇ રહ્યા છે.

Previous articleસિંઘમ-૩ અને ગોલમાલ-૫ બંને ફિલ્મોને લઇ તૈયૌરીઓ
Next articleગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના અધ્યક્ષ તથા સેવાદળ ના પ્રમુખ સિહોરની મુલાકાત લીધી