ભાવનગર પોલીસ પરિવાર તથા સુરક્ષા સેવા સેતુ આયોજિત ભાવનગર ખાતે પ્રથમ વાર ખાતાકીય પરીક્ષા તથા સ્પર્ધાત્મક પરીક્ષાના નિઃશુલ્ક વર્ગો પ્રારંભ

616

ભાવનગર પોલીસ પરિવાર તથા સુરક્ષા સેવા સેતુ આયોજિત ભાવનગર ખાતે પ્રથમ વાર ખાતાકીય પરીક્ષા તથા સ્પર્ધાત્મક પરીક્ષાના નિઃશુલ્ક માર્ગદર્શન વર્ગો ગુજરાતની નામાંકિત જીકે ફેકલ્ટી તથા પ્રિન્સિપાલ  જરજીસ કાઝી દ્વારા આપવામાં આવનાર વર્ગોનું ઉદ્ઘાટન ઇન્ચાર્જ એસપી સૈયદસાહેબ તથા ડીવાયએસપી મનીષ ઠાકર સાહેબની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટય કરી ખુલ્લું મુકવામાં આવેલ.

આ વર્ગો દરરોજ સાંજના 6 થી 7:30 પોલીસ સ્ટાફ તથા પોલીસ પરિવારના બાળકો માટે આયોજન કરવામાં આવેલ છે.આ કાર્યક્રમમાં ઇન ચાર્જ એસપી સૈયદ સાહેબ તથા ડીવાયએસપી ઠાકર સાહેબે તથા તજજ્ઞ જરજીસ કાઝીએ પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપેલ.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઇન્ચાર્જ આરએસઆઈ પી એસ આઈ પી ડી ગોહિલ સાહેબે કરેલ.

Previous articleગુજરાતને ગૈારવ અપાવતા ગીર-સોમનાથ જિલ્લાનાં ૭ ખેલાડીઓ વિજેતા થયા
Next articleઆર્મીની ફરજ પૂર્ણ કરી પોતાના વતન ફરતા વાજેતે ગાજેતે સામાયું કરાયું