ફિલ્મના શુટિંગને લઇને હવે ભાગ્યશ્રીએ અનેક વાત કરી

0
425

સલમાન ખાન અને ભાગ્યશ્રીએ ફિલ્મ મેને પ્યાર કિયામાં એક સાથે કામ કર્યુ હતુ. વર્ષ ૧૯૮૯માં આવેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. આ ફિલ્મ સાથે ભાગ્યશ્રીએ બોલિવુડમાં જોરદાર રીતે એન્ટ્રી કરી હતી. નિર્દેશક સુરજ બડજાતિયાએ આ ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મ રજૂ કરવામાં આવી ત્યારે ભાગ્યશ્રી હિમાલય દાસાનીના પ્રેમમાં હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી.હવે ફિલ્મના શુટિંગ વેળાની કેટલીક રસપ્રદ વિગત સપાટી પર આવી છે. જેમાં જાણવા મળ્યુ છે કે સલમાન ખાન એ વખતે ભાગ્યશ્રીને પરેશાન કરવા માટે તેની સાથે ફ્લર્ટ કરતો હતો. ભાગ્યશ્રીએ પોતે શુટિંગ વેળાની વાત કરી છે. સલમાન ખાન ફિલ્મ મેને પ્યાર કિયા ફિલ્મના ગીત દિલ દિવાનાના ગાળા દરમિયાન શુટિંગની વાત કરી હતી. ભાગ્યશ્રીએ કહ્યુ છે કે ફિલ્મના શુટિંગ દરમિયાન હિમાલય સાથે તે પ્રેમમાં હતી. સલમાન અને હિમાલય માત્ર એક વખત મળ્યા છે. ભાગ્યશ્રીએ મેને પ્યાર કિયા ફિલ્મની રીમેકના સબંધમાં પુછવામાં આવતા ભાગ્યશ્રીએ પોતાના અભિપ્રાય આપતા કહ્યુ છે કે આ ફિલ્મની રીમેકમાં આલિયા ભટ્ટને લેવામાં આવી શકે છે. તે એક શાનદાર અભિનેત્રી છે. સલમાન ખાનના રોલમાં હવે રણબીર કપુર અથવા તો રણવીર સિંહને લેવામાં આવી શકે છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે મેને પ્યાર કિયા ફિલ્મની રજૂઆત બાદ તરત જ ભાગ્યશ્રીએ હિમાલય સાથે લગ્ન કરી લીધા હતા. બંનેના પુત્ર અભિમન્યુ દાસાનીએ ફિલ્મ મર્દ કો દર્દ નહીં હોતા મારફતે બોલિવુડમાં હાલમાં એન્ટ્રી કરી છે. જો કે ફિલ્મને લઇને તે આશાવાદી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here