કંગના રાણાવત બે માસમાં ૨૦ કિલો વજનને ઘટાડશે

732

બોલિવુડ અભિનેત્રી કંગના રાણાવત હાલમાં અનેક પ્રોજેક્ટ હાથમાં ધરાવે છે. તેની પાસે નવી નવી ફિલ્મોની ઓફર પણ આવી રહી છે. બોલિવુડ સ્ટાર કંગના હાલમાં ફિલ્મ થલાઇવી માટે શુટિંગમાં વ્યસ્ત હતી. આ ફિલ્મ માટે કંગના રાણાવતે તેના વજનમાં ખુબ વધારો કર્યો હતો. હવે તે વજનને ઘટાડી દેવા માટે લાગેલી છે. તે હવે તેજસ અને ધાકડ નામની ફિલ્મમાં કામ કરી રહી છે. આ બંને ફિલ્મો માટે વજન ઘટાડી દેવા માટે તેને કહેવામાં આવ્યુ છે. પ્રાપ્ત માહિતી મુજબ કંગના રાણાવત માત્ર બે માસના ગાળામાં જ ૨૦ કિલો વજન ઘટાડી દેવા માટેની તૈયારીમાં છે. ફિલ્મ તેજસમાં તે તેજસ વિમાન ફ્લાઇંગ કરતી નજરે પડનાર છે. કંગના રાણાવતે પોતે વજન ઘટાડી દેવા માટે પોતાની માહિતી જાહેર કરી છે. એક વિડિયો કંગના દ્વારા જારી કરવામાં આવ્યા બાદ માહિતી સપાટી પર આવી છે. જેમાં તે ટ્રેનરને કહી રહી છે કે તેનુ વજન ૫૨ કિલોગ્રામ છે. તેનુ વજન જયલલિતાની લાઇફ પર આધારિત ફિલ્મ માટે ૧૦ કિલો વધારી દેવાની જરૂર હતી. હવે તે મશીન પર વજન જોઇ રહી છે ત્યારે તેનુ વજન ૭૦ કિલોગ્રામ નિકળ્યુ છે. હવે તે આગામી ફિલ્મ માટે ૨૦ કિલો વજન ઘટાડી દેવા માટે ઇચ્છુક છે. બે મહિના બાદ જ તેજસ અને ધાકડ ફિલ્મ માટેના શુટિંગને શરૂ કરવામાં આવનાર છે. કંગના રાણાવતને બોલિવુડની સૌથી મોટી સ્ટાર તરીકે ગણવામાં આવે છે. તે હાલમાં એક્ટિગ કુશળતાના કારણે તમામને પ્રભાવિત કરી રહી છે. કગંના રાણાવત ઇતિહાસ પર આધારિત ફિલ્મ મણિકર્ણિકામાં રાની લક્ષ્મીબાઇના રોલમાં નજરે પડી હતી. આ ફિલ્મમાં તેની એક્ટિગ કુશળતાની તમામ લોકોએ નોંધ લીધી હતી. કંગના બોલિવુડમાં ના બોલ્ડ અને સાહસી નિવેદનના કારણે પણ ઓળખાય છે. તે તમામની કડવી વાત કરવામાં પણ ખટકાટ અનુભવ કરતી નથી. આવનાર સમયમાં ફિલ્મ નિર્માણના ક્ષેત્રમાં તે સંપૂર્ણરીતે કુદી જવા માટે ઇચ્છુક છે. કંગના રાણાવતની વિતેલા વર્ષોમાં લાઇફ ખુબ દુવિધાભરી રહી હતી. રિતિક રોશન સાથે તેના સંબંધના કારણે તેને કેટલીક કાયદાકીય ગુંચમાંથી પસાર થવાની ફરજ પડી હતી. કંગના રાણાવત ે રિતિક રોશન સાથે સંબંધના મામલે થોડાક સમય પહેલા કેટલીક એવી વાત કરી હતી જેના કારણે તમામ ચાહકો ચોંકી ઉઠ્યા હતા. બોલિવુડના તમામ મોટા સ્ટાર મામલે પણ તે વારંવાર ટિપ્પણી કરતી રહે છે. કલાકારો સાથે તેની બોલાચાલીના હેવાલ વારંવાર આવતા રહે છે. તે તેજસ ફિલ્મમાં પાઇલોટની ભૂમિકામાં નજરે પડનાર છે. આ વિમાન તે ફલાઇંગ કરતી નજરે પડનાર છે. બોલિવુડમાં તે મોટી સ્ટાર પૈકી એક તરીકે ઉભરી ચુકી છે.