વરતેજ તાબેના માલણકા ગામે જાહેરમાં જુગાર રમતા બે ઇસમોને રોકડ રૂપિયા ૨૦,૯૧૦/- મળી કુલ રૂપિયા ૨૨,૪૧૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી લેતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ તથા વરતેજ પોલીસ

0
1393

ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીએ ભાવનગર રેન્જના તમામ જીલ્લાઓમાં દારૂ તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર બંધ કરવા સારૂ ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય અને ભાવનગર રેન્જના પોલીસ અધિકારીઓને આ બાબતે ખાસ સુચના આપેલ હોય જે સુચના આધારે ગત રાત્રીના આર.આર.સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ.બાર સાહેબ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી વી.એલ.પરમાર સાહેબના માર્ગદર્શન અને સુચનાથી સ્ટાફના માણસો ભાવનગર જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન સ્ટાફને મળેલ બાતમી આધારે વરતેજ પોલીસે માલણકા ગામે સ્મશાન જાહેરમાં ગંજીપાના તથા રોકડ રકમ વડે હારજીતનો જુગાર રમતા ઇસમો
(૧) કરણભાઇ ભરતભાઇ ડાભી ઉ.વ.૨૬
*(૨) મુન્નાભાઇ ઉર્ફે ભુરો વાલજીભાઇ ઉ.વ.૩૫ *
* રહેવાસી-બન્ને માલણકા ગામ તા.જી.ભાવનગર *
વાળાઓને રોકડ રૂપિયા રૂ|.૨૦,૯૧૦/- તથા મોબાઇલ ફોન-૨ જુગાર સાહીત્ય સહિત કુલ રૂપિયા ૨૨,૪૧૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ તેમજ નાસી ગયેલ ઇસમો (૧) દિનાભાઇ બાબુભાઇ બારૈયા (૨) વિપુલભાઇ ભદુભાઇ ડાભી (૩) અરવિંદભાઇ ઉર્ફે હરૂભાઇ માતાજી ધનજીભાઇ બારૈયા રહેવાસી-તમામ માલણકા તા.જી.ભાવનગર વાળા સહિત તમામ વિરૂધ્ધમાં જુગારધારા તળે કાયદેસર કાર્યવાહી કરી વરતેજ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
આ કામગીરીમાં આર.આર.સેલ.ના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ.બાર સાહેબ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી વી.એલ.પરમાર સાહેબની સુચનાથી હેડ કોન્સ. યોગેન્દ્રસિંહ ગોહીલ તથા પોલીસ કોન્સ. સોહીલભાઇ ચોકીયા તથા વુમન પો.કોન્સ. નિલમબને વીરડીયા તથા વરતેજ પો.સ્ટે.ના એ.એસ.આઇ. આર.કે.ગોહીલ તથા હેડકોન્સ. લગ્ધીરસિંહ ઝાલા તથા પો.કોન્સ. નરેન્દ્રસિંહ તથા કિરીટભાઇ વિગેરે જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here