આહીર સમાજ દ્વારા રાષ્ટ્ર્રહિતને પ્રથમ લક્ષમાઁ રાખી કોરોના સામે લડવા રૂ.બે લાખનો આર્થિક સહયોગ અર્પણ

480

ભાવનગર જિલ્લા આહીર સમાજ દ્વારા કોરોના મહામારી સામે લડવા માટે સૌરાષ્ટ્ર આહીર મંડળ ટ્રસ્ટ સંચાલિત આહીર બોર્ડિંગ ભાવનગર  તરફથી 51, 000/- રૂપિયા પ્રધાનમંત્રી કોરોના રાહત ફંડ તથા 51, 000/- રૂપિયા મુખ્યમંત્રી કોરોના રાહત ફંડ તેમજ ક્રિષ્ના ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન તરફથી 51, 000/- રૂપિયા પ્રધાનમંત્રી કોરોના રાહત ફંડ તથા 51, 000/- રૂપિયા મુખ્યમંત્રી કોરોના રાહત ફંડ સહિત કુલ 2, 04, 000/- અંકે બે લાખ ચાર હજાર રૂપિયા ના ચેક ગુજરાતના  માનનીય રાજ્યમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે તથા માનનીય શ્રી ગૌરાંગભાઈ મકવાણા (કલેક્ટરશ્રી ભાવનગર) ને આહીર સમાજ વતિ  શ્રી રામભાઈ સાંગા (પ્રમુખશ્રી ભાવનગર જિલ્લા આહીર સમાજ ) તથા શ્રી પેથાભાઈ આહીર(ડિરેક્ટરશ્રી GIDC ગુજરાત)  તથા શ્રી જેઠાભાઇ ખમળ તથા શ્રી વશરામભાઈ ચાવડા તથા શ્રી  ભીમજીભાઈ સાંગા દ્વારા અર્પણ કરવામાં આવ્યા હતા અને કોરોના મહામારી જેવી વિકટ પરિસ્થિતિ સામે  લડવા માટે રાષ્ટ્ર્રહિત પ્રથમ લક્ષ માઁ રાખી સમગ્ર  આહીર સમાજ હંમેશા સરકારશ્રીનિ સાથે જ હોવાનું તેમજ અન્ય સમાજ માટે પણ પ્રેરક  ઉદાહરણ પૂરું પાડ્યું છે