પગપાળા જતા પરપ્રાંતિય શ્રમિકો માટે ધારાસભ્ય અંબરીશ ડેર અને શક્તિસિંહ ગોહિલે બસ સહિતની વ્યવસ્થા કરી

288
રાજુલા જાફરાબાદ દરિયાઇ પટ્ટી વિસ્તારમાં અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે તેમાં અસંખ્ય પરપ્રાંતીય સહિત નાં શ્રમિકો કામ કરે છે પરંતુ લોક ડાઉન અને કોરોના વાઈરસ નાં કારણે ૨ માસ નાં સમયગાળા દરમિયાન મોટાભાગના ઔધોગિક એકમો બંધ હતાં અને કોરોના મહામારી નાં કારણે પરિવારો ની વધતી ચિંતા નાં કારણે આ શ્રમિકો એ માદરે વતન જવાનું મન બનાવી લીધું હતું પરંતુ બિહાર સહિત નાં બહાર રાજ્યોમાં જવા માટે આ વિસ્તારમાંથી એક પણ સીધી બસ કે ટ્રેન ની સુવિધા નહોતી આથી વતન જવાનાં મક્કમ મન સાથે આ શ્રમિકો જાફરાબાદ તાલુકાના ભાંકોદર ગામની કંપની થી પગપાળા ચાલી ને રાજુલા સુધી પહોંચે છે ત્યારે આ વિસ્તારના યુવા ધારાસભ્ય અંબરીશ ડેર ની ટીમ ની નજર આ શ્રમિકો પર પડે છે અને તેમની વિગતો જાણી ધારાસભ્ય ને જાણ કરતાં તેમનાં દ્વારા સાવરકુંડલા રોડ પર આવેલી ગૌશાળા ખાતે ચાલતાં રાહત રસોડાં સુધી આ શ્રમિકો ને પહોંચાડવા માટે સુચના આપવામાં આવે છે
તેમજ આ શ્રમિકો માંથી અન્ય ૧૨ વ્યક્તિ પગપાળા ચાલી ને રાજુલા તાલુકાના કડિયાળી ગામે પહોંચ્યા હતા તેમને પણ વાહન દ્વારા ગૌશાળા ખાતે રહેવા જમવા સહિતની વ્યવસ્થા કરવામાં આવે છે જ્યાં સુધી આ શ્રમિકો ને પહોંચાડવા માટે યોગ્ય વ્યવસ્થા ના થઈ ત્યાં સુધી ધારાસભ્ય અને તેમની યુવા ટીમ આ શ્રમિકો માટે ખડેપગે રહી હતી અને ત્યાર બાદ ગુજરાત કોંગ્રેસ નાં નેતા અને બિહાર કોંગ્રેસ નાં પ્રભારી શક્તિસિંહ ગોહિલ સાથે ધારાસભ્ય ડેર દ્વારા ટેલિફોનીક વાત કર્યા બાદ બિહાર નાં શ્રમિકો ને માદરે વતન પહોંચાડવા માસ્ક, ફૂડ પેકેટ, પાણી સહિતની વ્યવસ્થા કરી ૩ બસો મારફતે ૧૫૦ થી વધુ પરપ્રાંતીય શ્રમિકો ને બિહાર, ઉતરપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત નાં રાજ્યો સુધી પહોંચવા માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી. રાજુલા નાં યુવા ધારાસભ્ય અંબરીશ ડેર પોતાના વિસ્તારના ચુંટાયેલા જન પ્રતિનિધિ તરીકે આ વિસ્તારના લોકોની તો સતત મદદ કરી જ રહ્યા છે પરંતુ સાથોસાથ પોતાના મત વિસ્તારમાં ફસાયેલા અન્ય જિલ્લાઓ અને રાજ્યોના લોકોને પણ માદરે વતન પહોંચાડવા માટે જરૂરી મદદ કરી રહ્યા છે