સખી વન સ્ટોપ સેન્ટર વેરાવળ દ્રારા વૃધ્ધ મહિલાનું ૯ વર્ષ બાદ પરિવાર સાથે મિલન કરાવ્યું

427

ગીર સોમનાથ જિલ્લામાં “સખી” વન –સ્ટોપ સેન્ટર કે જે પીડિત મહિલાઓને તમામ પ્રકારની સેવાઓ આપી અને મદદ કરવામાં સતત કાર્યરત રહેલ છે. જેમાં મહિલા સશક્તિકરણ  પખવાડિયા નિમિતે ખરેખર સાચા અર્થમાં વૃધ્ધ પીડિત મહિલા માટે એક  સારી કામગીરી  “સખી”- વન સ્ટોપ સેન્ટર  ગીર સોમનાથ  દ્વારા કરવામાં આવી છે.
એક વૃધ્ધ પીડિત મહિલા જે છેલ્લા ૧૬  વર્ષથી એકલવાયું જીવન  પસાર કરી રહયા હતા. અને છેલ્લે માનસિક રીતે હિમત હારી જતાં છેલ્લા ૯ વર્ષથી  અલગ અલગ વૃધ્ધાશ્રમનો સહારો લઈને પોતાનું જીવન પસાર કરતાં હતા. ત્યાર બાદ વૃધ્ધ પીડિતા મહિલા છેલ્લે સુત્રાપાડા તાલુકામાં આવેલ પ્રાચી ગામે જ્યાં પ્રાચી ના પીપળા તરીકે ઓળખાતા સ્થળે ૧૦ થી ૧૨ દિવસ રહ્યા હતા. ગામના સ્થાનિક લોકોએ ૧૮૧ મહિલા અભયમને સંપર્ક કરી વૃધ્ધ પીડિત મહિલા માટે બોલાવવામાં આવેલ જેમાં તેમની પરિસ્થિતી જોઈને વૃધ્ધ પીડિત મહિલાને  “સખી”- વન –સ્ટોપ સેન્ટર પર પહોચડવામાં આવેલ હતા.
તેઓને “સખી” વન સ્ટોપ સેન્ટરમાં તમામ સુવિધાઓ આપીને આશ્રય આપવામાં આવેલ હતો. તેમનું કાઉન્સિલીંગ કરતા તેઓ ૯ વર્ષથી અલગ અલગ વૃધ્ધા આશ્રમમાં રહીને જીવન જીવતા હતા. ત્યાર બાદ તેઓના પરિવારના સભ્યોનો સંપર્ક કરતા પરિવારિક ઝગડાના મન દુ;ખના કારણે વૃધ્ધ પીડિત મહિલા એકલા રહેતા હતા. આ અંગેની જાણ થતા જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી જે.બી.જસાણી  દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. “સખી” વન સ્ટોપ સેન્ટરના કર્મચારી સેન્ટર એડમિનિસ્ટ્રેટર  સેજલબેન એ. મકવાણા અને અન્ય સહકર્મચારી  દ્વારા વૃધ્ધ પીડિત મહિલાને તેમના ગામ  વડાલ, જુનાગઢ લઈ જવામાં આવેલ હતા.  ગામના સરપંચ અને તેમના પરિવાર સાથે ચર્ચા કરી વૃધ્ધ પીડિત મહિલાનું તેમના પરિવાર સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું હતું. તેમ “સખી” વન સ્ટોપ સેન્ટર ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટર  હમીરસિંહ દરબાર ગીર સોમનાથ

Previous articleશ્રાવણે ગીરસોમનાથ માં સાંબેલાધાર વરસાદ અત્ર તત્ર અને સર્વત પાણી હી પાણી તંત્ર એલર્ટ
Next articleભાવનગર ની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમના 8 દરવાજા ખોલાતા 17 ગામો ને અલર્ટ કરાયા