ભાદરવી પૂનમના પવિત્ર દિવસ નિમિત્તે વિશ્વશાંતિ અર્થે મહાપુજા કાર્યક્રમ

0
72

બોટાદ જીલ્લાના રાણપુર પાસે રાણપુર-લિંબડી રોડ ઉપર આવેલ શ્રીજી વિદ્યાધામ સ્વામિનારાયણ ગુરુકુલ કરમડ ખાતે પવિત્ર ભાદરવી પૂનમ ના દિવસે વિશ્વશાંતિ મહાપુજાનું આયોજન થયું હતું. જેમાં ભગવાન સ્વામિનારાયણની મહાપૂજા વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી હતી.અને વિવિધ ઉપચાર દ્રવ્યો સાથે પૂજન કરવામાં આવ્યું હતું. વિશ્વશાંતિ મહાપુજાના યજમાન પદે કુંવરજીભાઇ ચૌહાણ તથા રમેશભાઈ ચૌહાણ (કરમડ) રહ્યા હતા. અને મહાપુજાનો અનેરો લાભ પ્રાપ્ત કર્યો હતો.મહાપૂજા દરમ્યાન અનેક ભાવિક ભક્તોએ સોસીયલ ડિસ્ટનસિંગ સાથે દર્શનનો લાભ લીધો હતો.તેમજ દરેક પૂનમે ગુરુકુલ ખાતે અનેક ભાવિક ભક્તો ઘનશ્યામ મહારાજ ના દર્શનાર્થે પધારતા હોય છે અને દર્શનનો લાભ લેતા હોય છે. તથા દરેક પૂર્ણિમા ના દિવસે આ વિશ્વશાંતિ મહાપૂજાનું આયોજન ગુરુકુલ ખાતે કરવામાં આવે છે. આ મહાપૂજા માં જે કોઈ ભક્તજનોને લાભ લેવો હોય તે ગુરુકુલ નો સંપર્ક કરી શકે છે. આવું એક ભગીરથ આધ્યાત્મિક કાર્ય દરેક પૂર્ણિમાના દિવસે ગુરુકુલ ખાતે થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here