પિલગાર્ડનમાં પ્રવેશ ફી મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆત કરાઇ

32

ભાવનગર મહાનગર પાલિકાનાં ગાર્ડન વિભાગ હસ્તકનાં સરદારબાગ (પીલગાર્ડન)માં પ્રવેશ ફી લેવાનો નિર્ણય કરાતા આમ આદમી પાર્ટી દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો અને નિર્ણય મોકુફ રાખવા રજૂઆત કરાઇ હતી. કરોડો રૂપીયાનાં ખર્ચે વિકસાવવામાં આવેલ પીલગાર્ડનમાં ગરીબ તથા મધ્યમ વર્ગના લોકો જતા હોય છે ત્યારે તેમાં પ્રવેશ ફી લેવાનો નિર્ણય મહાપાલિકા દ્વારા કરવામાં આવતા આમ આદમી પાર્ટીનાં આગેવાનો અને કાર્યકરોએ પીલગાર્ડનમાં જઇને પ્રવેશ ફીનાં નિર્ણયનો વિરોધ કર્યો હતો અને અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી.