ઘોઘાના ભીલવાડા મફતનગર વિસ્તારમાં ધારીયાના ઘા ઝીંકી યુવાનની હત્યા

33

ઘોઘાના ભીલવાડા મફતનગર વિસ્તારમાં રહેતા એક યુવાનની ધારીયાના ઘા ઝીંકી હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છેબનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર ઘોઘાના ભીલવાડા મફતનગર વિસ્તારમાં રહેતા માર્શલ દિપકભાઈ પટેલ અને તેજ વિસ્તારમાં રહેતા અને સુભાષભાઈ પટેલને મિલ્કતને લઇને અવાર નવાર ઝગડા બનતા રહેતા હતા ,ત્યારે આજરોજ સાંજના સમયે માર્શલ પટેલ અને સુભાષ પટેલ વચ્ચે ઝગડો થતા સુભાષ પટેલની પાસે રહેલ ધારીયા વડે માર્શલ પટેલને માથાના ભાગે મારતા માર્શલ પટેલનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું,બનાવ ને લઈને ઘોઘા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને લાશનું પંચરોજકામ કરી લાશને પી.એમ અર્થે ઘોઘા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતીબનાવને લઇ ઘટના સ્થળ પર લોકોના મસ મોટા ટોળા ઉમટી પડ્યા હતા અને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે