સિહોરના ટાણા ગુંદાળા ગામે ગુજરાત માલધારી સેનાની એક મિટિંગ મળી

347

સિહોર તાલુકાના ટાણા ગુંદાળા ગામે ગુજરાત માલધારી સેના ની એક મિટિંગ મળી હતી જેમાં ગુંદાળા ગામ ના તમામ માલધારીઓ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત માલધારી સેના નોએક હેતુ છે તે ગામડે ગામડે માલધારી સમાજને જાગૃત કરછે અને માલધારી સમાજને સરકારી યોજનાનો લાભ અપાવવો તેમજ દીકરીઓને શિક્ષણ અપાવો અને આગળ વધો તેવા પ્રયત્નો થી ગુજરાત માલધારી સેના ગામડે ગામડે ફરીને માલધારી સમાજ ને એક જાગૃતિ ઉભી કરવા માટે ગામડે ગામડે ફરે છે ત્યારે આજરોજ સિહોર તાલુકાના ટાણા ગુંદાળા ગામે ગુજરાત માલધારી સેના ની એક મિટિંગ મળી હતી જેમાં ૫૦ થી વધુ માલધારી સમાજના યુવાનો ગુજરાત માલધારી સેના ની ટીમ માં જોડાયા હતા તેમજ ટાણા ગુંદાળા ગામ ની અંદર જે ગૌચરની જમીન દબાયેલી છે તેને ખુલ્લી કરવામાં આવે તે પણ એક માંગણી આવી હતી તેમજ ટાણા ગુંદાળા ગામ ની અંદર જે જગ્યા ઉપર ગૌચરની જમીન આવેલી છે ત્યાં કોઈ અસામાજિક ભૂમાફિયાઓ દ્વારા ખાણ ખનીજની ચોરી કરવામાં આવે છે જેના ઉપર પણ કાયદેસરના પગલાં ભરવામાં આવશે તેવુ પણ એક ગુજરાત માલધારી સેના દ્વારા ખાતરી આપવામાં આવી હતી તેમજ ગૌચરની જગ્યાની અંદરથી જે ખાણ ખનીજની ચોરી થઈ રહી છે ત્યાં ગુજરાત માલધારી સેના ની ટીમ દ્વારા સ્થળ મુલાકાત કરી હતી અને ખરેખર સાચું છે કે ખોટું તેનું પણ એક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તેમજ આજ રોજ ગુજરાત માલધારી સેના ની ટીમ દ્વારા ટાણા ગુંદાળા ગામે મીટીંગ યોજી હતી અને ૫૦થી વધારે નવયુવાનો ગુજરાત માલધારી સેના ની ટીમમાં જોડાયા હતા આજરોજ ટાણા ગુંદાળા ગામે આજે મિટિંગ મળી હતી તેમાં ઉપસ્થિત મેઘજીભાઈ ગલાણી ગુજરાત માલધારી સેના જિલ્લા પ્રમુખ દેવરાજભાઈ બુધેલીયા ગુજરાત માલધારી સેના જીલ્લા ઉપપ્રમુખ શિહોર તાલુકા ગુજરાત માલધારી સેના પ્રમુખ બુધાભાઈ બલ્યા શિહોર તાલુકા ઉપપ્રમુખ દિનેશભાઈ સાટીયા પાલીતાણા શહેર પ્રમુખ ગોબરભાઈ મેર ગારીયાધાર તાલુકા ઉપ્રમુખ ભરતભાઈ રબારી લાલજીભાઈ લામકા પાલીતાણા ઉ પૂમુખ વગેરે હાજર રહ્યા હતા અને માલધારી સમાજમાં એક જાગૃતિ આવે તેવું પણ આ મિટિંગમાં કહેવામાં આવ્યું હતું પછી ગુજરાત માલધારી સેના ની ટીમ ગામડે ગામડે ફરીને માલધારી સમાજને વધુમાં વધુ સંગઠન બનાવશે

Previous articleભાવનગર વટામણ-તારાપુર હાઇવે પાસે વહેલી સવારે ધુમમ્સી વાતાવરણ
Next articleવિશ્વ શાંતિ દિવસની ઉજવણી કરાઇ