નેસવડ રોડ પર આવેલા ભંગારના બે ગોડાઉનમાં આગ ભભુકી

126

ભાવનગર જિલ્લાના મહુવાના નેસવડ રોડ પર મીલની ચાલીમાં આવેલા ભંગારના બે વેલાઓમાં આગ લાગવાની ઘટના બની છે . મેઘરજ સિનેમા પાછલા આવેલા ભંગારના ડેલામાં લાગેલી આગે ગણતરીની મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું .વિકરાળ બનેલી આગ બાજુમાં આવેલા અન્ય એક ગોડાઉનમાં પણ પ્રસરી હતી.ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો.આગની ઘટનામાં સદનસીબે જાનહાનિ થતા અટકી હતી .