બ્રહ્માસ્ત્રના સેટ પરથી આલિયા ભટ્ટે મ્‌જી તસવીર શેર કરી

67

ફેન્સની પોપ્યુલર ડિમાન્ડ પર એક્ટ્રેસ આલિયા ભટ્ટે ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ’બ્રહ્માસ્ત્ર’ની એક ઝલક શેર કરી છે. તસવીરમાં આલિયાની સાથે તેના ’મેજિકલ બોય્ઝ’ રણબીર કપૂર અને અયાન મુખર્જી જોવા મળી રહ્યા છે. આલિયા ભટ્ટ, રણબીર અને અયાનની આ તસવીર ફિલ્મ ’બ્રહ્માસ્ત્ર’ના સેટની છે. કેમેરા સામે જોઈને સ્માઈલ કરી રહેલા ત્રણેય મા કાલીની મૂર્તિની આગળ બેઠા છે. તેમના હાથમાં સ્ક્રીપ્ટ જોવા મળી રહી છે. આલિયાએ ફિલ્મની મ્‌જી (બિહાઈન્ડ ધ સીન) તસવીરો શેર કરતાં લખ્યું, “આ સફર પર હોવું આશીર્વાદ સમાન છે અને આ બંને મેજિકલ બોય્ઝ બધું જ બનાવી દે છે. સાઉથ સ્ટાર નાગાર્જુન પણ ’બ્રહ્માસ્ત્ર’ ફિલ્મનો ભાગ છે. ત્યારે થોડા દિવસ પહેલા જ તેમણે ફિલ્મની કાસ્ટ સાથે મુંબઈમાં શૂટિંગ કર્યું હતું. નાગાર્જુને શૂટિંગ પૂરું કરતાં આલિયાએ લખ્યું હતું, બ્રહ્માસ્ત્રનું નાગાર્જુન સરનું કામ પૂરું થયું છે. યાદો માટે આભાર સર. તમારી સાથે કામ કરવું સન્માનની વાત હતી. ફિલ્મનું શૂટિંગ પૂરું થવાને આરે છે ત્યારે પાછળ ફરીને જોવું તો લાગે છે કે આ જર્ની કેટલી અદ્ભૂત હતી. આવનારા સમય માટે જે ઉત્સાહ છે તે અલગ જ જર્ની છે. નાગાર્જુનની કેટલીક તસવીરો સામે આવી હતી જેમાં તેણે એક્શન સીન શૂટ કર્યા હોય તેવું લાગતું હતું.
ઉલ્લેખનીય છે કે, અગાઉ બ્રહ્માસ્ત્ર ડિસેમ્બર ૨૦૨૦માં રિલીઝ થવાની હતી. પરંતુ હવે ૨૦૨૧માં રિલીઝ થાય તેવી સંભાવના છે. આ ફિલ્મમાં આલિયા-રણબીર અને નાગાર્જુન ઉપરાંત અમિતાભ બચ્ચન અને મૌની રોય પણ મહત્વના રોલમાં છે. અગાઉ આ ફિલ્મ ૨૦૧૯માં રિલીઝ થવાની હતી પણ વીએફએક્સનું કામ પૂરું ના થતાં ૨૦૨૦માં ધકેલાઈ અને ડિસેમ્બર ૨૦૨૦માં મહામારીના કારણે રિલીઝ ના થઈ શકી.