ભગવાન વેદવ્યાસ પારિતોષિક સુવર્ણ ચંદ્રક એનાયત કરી કરાયા સન્માનિત

89

બોટાદ જીલ્લાના રાણપુર પાસે આવેલ શ્રીજી વિદ્યાધામ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કરમડ-રાણપુર માં સેવા બજાવતા સંત પૂ.શાસ્ત્રી કૃષ્ણવલ્લભદાસ ગુરુ શ્રીજીસ્વરૂપદાસજી એ સંસ્કૃત ભાષામાં શાસ્ત્રી કક્ષામાં અમદાવાદ મહાવિદ્યાલયમાં અભ્યાસ કર્યો. અને શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી માં શાસ્ત્રી કક્ષામાં પુરાણ વિષયમાં ફર્સ્ટ નંબર પ્રાપ્ત કર્યો છે. તેથી યુનિવર્સિટીના ૧૩ માં પદવીદાન સમારોહમાં કુલપતિ દ્વારા ભગવાન વેદવ્યાસ પારિતોષિક સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યો.આ સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય માટે ગૌરવની વાત છે. અને સુવર્ણ ચંદ્રક પ્રાપ્ય કરવા બદલ સમગ્ર રાણપુર પંથક તેમજ ગુરુકુલ સત્સંગ સમાજ ગૌરવની લાગણી અનુભવે છે…