વિકાસના કામોમાં વિપક્ષ પણ સાથ અને સહકાર આપશે : ભરતભાઇ બુધેલિયા

688

આજે ભાવનગર મહાપાલિકાની નવી ચૂંટાયેલી બોડીની પ્રથમ સાધારણ સભામાં મેયર સહીત પદની વરણી થયા બાદ વિપક્ષના સભ્યો ભરતભાઇ બુધેલિયા, જયદિપસિંહ ગોહિલ સહિતે શુભેચ્છા પાઠવી હતી અને ભાવનગરના વિકાસના કામોમાં વિપક્ષ હંમેશા સહકાર આપશે તેમ જણાવ્યું હતું અને સતા પક્ષ ભાજપે અમારી સાથે વિપક્ષ જેવું વલણ ન રાખે અમારા કામો પણ થાય તેમ જણાવ્યું હતું.