રમાનાર રાષ્ટ્રીય પેરા ટેબલ ટેનિસ સ્પર્ધામાં ભાવનગરની ટીમ રમશે

426

આગામી તારીખ ૧૯ થી ૨૨ માર્ચ દરમ્યાન ઇન્દોરના અભયપ્રશાલ સ્ટેડિયમમાં રમનાર રાષ્ટ્રીય પેરા ટેબલ ટેનિસ સ્પર્ધામાં ભાવનગરના ૬ વ્હીલચેર ખેલાડીઓ ઇલા દવે, સંગીતા સુતરિયા, ભારતી પડધરીયા, અલ્પેશ સુતરિયા, દિનેશ પડધરીયા, ભાવેશ રાઠોડ તથા ૬ સ્ટેન્ડિંગ ખેલાડીઓ મનુ મકવાણા, સંજય મકવાણા, સુનિલ યાદવ, ભરત ચૌહાણ, મનસુખ સોલંકી તેમજ સરલા સોલંકી મળી કુલ ૧૨ ખેલાડી ભાઈ બહેનો ગુજરાત તરફથી ભાગ લેવા જઇ રહયા છે.
ટેબલ ટેનિસ ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતી ભાવનગરની સંસ્થા કૃષ્ણનગર સંસ્કાર મંડળના સહયોગથી ઉપરોક્ત ખેલાડીઓ અપંગ પરિવાર કલ્યાણ કેન્દ્ર પર મનુભાઈ મકવાણા પાસે તાલીમ લઈ રહયા છે. આંતરરાષ્ટ્રીય ખેલાડી અને સંસ્કાર મંડળના ચીફ કોચ ક્ષિતીશ પુરોહિત ટીમના કોચ તરીકે સેવા આપશે જ્યારે નરેશ દવે ટીમ મેનેજર છે.