રુબિના દિલૈક શક્તિઃ અસ્તિત્વ કે અહેસાસ કીમાં કમબેક કરશે

64

મુંબઈ,તા.૧૮
૪ વર્ષ સુધી કામ કર્યા બાદ જાન્યુઆરી ૨૦૨૦માં શક્તિઃ અસ્તિત્વ કે અહેસાસ કી’ને અલવિદા કહેનારી રુબિના દિલૈક શોમાં કમબેક કરવાની હોવાની ચર્ચા થઈ રહી છે. તે એક-બે દિવસમાં શૂટિંગ શરુ કરશે તેવી શક્યતા છે. તે વધારે એપિસોડમાં જોવા મળશે તેવુ લાગતું નથી, પરંતુ ઈન્ડિયન ટેલિવિઝન શો વિશે કંઈ જ કહી શકાય નહીં. જો ટીઆરપી વધારે આવી તો, રુબિના વધારે સમય સુધી જોવા મળી શકે છે. સીરિયલમાં રુબિનાના ઓપિઝિટમાં જોવા મળેલા વિવિયન ડિસૂઝાએ પણ ઓગસ્ટ ૨૦૧૯માં શોને અલવિદા કહ્યું હતું. કારણ કે, તે પિતાનો રોલ ભજવવા માટે તૈયાર નહોતો. હાલમાં, મેકર્સે તેને પરત લાવવા માટે પ્રયાસ કર્યા હતા. જો કે, તે પ્રયાસો નિષ્ફળ રહ્યા. સૂત્રોએ જણાવ્યું કે, વિવિયનને રોલ પસંદ આવ્યો નહીં કે પછી પૈસની વાત હતી તે અંગે અમે જાણતા નથી. પરંતુ હમણા વિવિયન આવી રહ્યો નથી. જો કે, મેકર્સ હજુ પણ તેને મનાવવાના પક્ષમાં છે. રુબિનાના કમબેક વિશે શું? વિવિયને ના પાડ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
મેકર્સ સોશિયલ મીડિયા પર વધારે ફેન ફોલોઈંગ હોય તેવા વ્યક્તિને ઈચ્છતા હતા. તેથી, બિગ બોસ ૧૪ કતમ થયા બાદ કોઈએ રુબિનાના નામનું સૂચન કર્યું હતું. બધાને વિચાર ગમ્યો અને આગામી થોડા દિવસમાં મંજૂર પણ થઈ ગયો. રુબિનાએ હાલમાં જ ટ્રેડિશનલ લૂકમાં તસવીરો શેર કરી છે. જેમાં તેનો ચહેરો દેખાઈ રહ્યો નથી. આ સાથે તેણે લખ્યું છે કે, રિઈન્વેન્ટિંગ અને રિવાઈવિંગ. તેથી, જો બધું ઠીક રહ્યું તો ફેન્સને ’શક્તિઃ અસ્તિત્વ કે અહેસાસ કી’માં રુબિના દિલૈક જોવા મળશે. આ માટે રુબિનાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જો કે, તેણે ઉત્તર આપ્યો નહોતો.