શહિદો અમર રહો’ના નારા સાથે આપ અને ભાવનગરમાં સામ્યવાદીઓ દ્વારા શહીદોની પ્રતિમાને પુષ્પાજંલી અર્પણ કરાઇ

316

૨૩ માર્ચ ૧૯૩૧ની મોડી રાત્રીએ દેશની આઝાદી માટે લડત ચલાવતા ક્રાંતીવીરો ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવને ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવ્યા હતા. ત્યારથી ૨૩ માર્ચના રોજ શહિદ દિન તરીકે ઉજવવામાં આવે છે. આજે શહિદ દિન નિમિત્તે ભાવનગરમાં સામ્યવાદીઓ દ્વારા શહિદોની પ્રતિમાને પુષ્પાજંલી અર્પણ કરવા સાથે શહિદ વંદના કરવામાં આવી હતી અને શહિદો અમર રહોના નારા લગાવ્યા હતા
જેના ભાગરૂપે આજે આમ આદમી પાર્ટી, ડિવાયએફઆઇ અને સીઆઇટીયુ સહિત સંગઠનો દ્વારા રૂપમ ચોક ખાતે આવેલા શહિદ ભગતસિંહની પ્રતીમાને ’શહિદો અમર રહો’ના નારા સાથે પુષ્પાજંલી અર્પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત હલુરિયા ચોક ખાતે આવેલા શહિદ સ્મારક ખાતે સુખદેવ, રાજગુરુ, સહિત શહિદોની પ્રતીમાને પુષ્પાજંલી અર્પણ કરવા સાથે શહિદ વંદના કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આપ, ડિવાયએફઆઇ અને સીઆઇટીયુ સહિત સંગઠનો સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleસિપાઈ સમાજ ટ્રસ્ટ ગુજરાત દ્વારા ભાવનગર શહેરમાં સફળતાપૂર્વક મેડીકલ કેમ્પ યોજાયો
Next articleકોરોનાનું ગ્રહણ સતત બીજા વર્ષે પણ હોળી-ધૂળેટી પર્વને નડશે