ભાજપના સ્થાપના દિવસની ઉજવણી, ભાવનગરમાં ત્રણ સ્થળો પર વીડિયો કોન્ફરન્સ યોજાઈ

598

૬ એપ્રિલએ ભાજપના સ્થાપના દિવસ છે, સ્થાપના દિન નિમિત્તે ભાવનગર શહેરના ત્રણ સ્થળોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વીડિઓ કોન્ફરન્સ કાર્યકરોને શુભેચ્છા પાઠવી હતી.શહેરના ત્રણ ઝોનમાં વહેચવામાં આવ્યું હતું. જેમાં તખ્તેશ્વર ઝોન, ગોરીશંકર ઝોન, રૂવાપરી ઝોન વહેચવામાં આવ્યું હતું, તખ્તેશ્વર ઝોનમાં ભગવતી સર્કલ, કળિયાબીડ ખાતે ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષા, સાંસદ ડો. ભારતીબેન શિયાળ, શહેર મહામંત્રી અરુણભાઈ પટેલ, જ્યારે શહેરના બાલવાટિક ગૌરીશંકર ઝોન ખાતે મેયર કીર્તિબેન દાણીધારીયા, ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી, શહેર અધ્યક્ષ રાજીવભાઈ પંડ્યા, મહામંત્રી ડી.બી.ચુડાસમા અને રૂવાપરી ઝોન શિવાજી સર્કલ ખાતે રાજયમંત્રી વિભાવરીબેન દવે, મહામંત્રી યોગેશભાઈ બદાણી સહિતના સંગઠનના તમામ હોદેદારો, વોર્ડ પ્રમુખો, મહામંત્રી, નગરસેવકો તથા પાર્ટીના કાર્યકરો ભાઈઓ-બહેનો વિડિઓ કોન્ફરન્સ જોડાયા હતા.

Previous articleઆઇપીએલને લઇ ગાંગુલીએ કહ્યું- મહારાષ્ટ્રમાં લોકડાઉન લાગે તો મેચ ત્યાં જ રમાશે
Next articleકોરોના મહામારી વચ્ચે ભાવનગર સીટી મામલતદાર કચેરી પર દાખલા કઢાવવા અરજદારની લાઈન લાગી