શહેરના જુદા જુદા વિસ્તારોમાં બે દિવસનો વિજકાપ : લોકો ત્રાહીમામ

515

પીજીવીસીએલ તંત્ર દ્વારા જુદા જુદા વિસ્તારોમાં બે દિવસનો વિજકાપ રહેશે. જેમાં ખાસ કરીને આવતીકાલે તા.૭-૩ને બુધવારે જવાહર ફીડર હેઠળના ઘોઘાસર્કલ, રોટરી ક્લબ, પલ્લવ ફલેટ, તેલવાણી કેન્દ્ર , એચ.સી.જી. હોસ્પિટલ, સેનેટરીવાળો ખાંચો અને સર પટ્ટણી રોડના અમુક વિસ્તારમાં સવારે ૭ થી ૧ કલાક સુધી તેમજ ૬૬ કે.વી. સિદસર હેઠળના શિવનગર ફીડરમાં માધવનગર ૧ અને ૨, નંદગ્રામ સોસાયટી ૧ અને ૨, રાધેશ્યામ સોસાયટી, સ્વ સુષ્ટી , ખોડિયારનગર, મીરાનગર, અમીધારા, ઘનશ્યામનગર, ઝાંઝર પાર્ક, સુમેરૂ સોસાયટી, ભક્તિનગર, શિવસાગર સોસાયટી, ગોપાલનગર , અંબિકાનગર, તરસમિયા ગામ અને ખારસી વિસ્તારમાં સવારે ૬-૩૦થી ૧ કલાક સુધી વીજ પુરવઠો બંધ રહેશે. તેમજ તા.૯-૪ને શુક્રવારે અકવાડા ફીડરમાં સવારે ૭ થી ૨ કલાક સુધી લાઈટ કાપ ઝીંકાયો છે . જેના કારણે અકવાડા ગામ , અકવાડા ગુરૂકુળ , અકવાડા મદ્રેસા , શીતળા માતાજી મંદરિનો વિસ્તાર, મુરલીધર સોસાયટી, કૈલાસ સોસાયટી , સંકલ્પ ટાઉનશીપ વગેરે વિસ્તારમાં વીજ પુરવઠો મળી શકશે નહીં તેમ જાણવા મળ્યું છે.