સર.ટી. હોસ્પિ.નાં વિડીયો વાયરલ મામલે તંત્ર હરકતમાં : કમિશ્નર, કલેક્ટર દોડી ગયા

475

ભાવનગરની સર.ટી. હોસ્પિટલમાં દર્દીઓ સાથે કરાતી બેદરકારીનો ગઇકાલે એક વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થયો હતો જેણે સમગ્ર શહેર અને જિલ્લામાં ધુમ મચાવી હતી અને હજારો લોકોએ તે વિડીયો જોઇ હોસ્પિટલની બેદરકારીને વખોડી કાઢી હતી. સમગ્ર શહેર અને જિલ્લાની સાથો સાથ રાજ્યભરમાં ભાવનગરની સર.ટી. હોસ્પિટલમાં દર્દીઓને આડેધડ સુવરાવવી કોઇ વ્યવસ્થા ન હોય તેવો વિડીયો વાયરલ થયેલો જેની ટીકા થયેલ આ અંગેની ભાવનગર વહિવટી તંત્રને જાણ થતાં આજે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા અને મ્યુનિસીપલ કમિશ્નર એમ.એ.ગાંધી સહિત ઉચ્ચ અધિકારીઓ અને આરોગ્ય અધિકારી સહીત સર.ટી. હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને સમગ્ર મામલે તપાસ કરી જરૂરી વ્યવસ્થા ગોઠવવાના આદેશ કર્યા હતા.
આ મામલે કલેક્ટર, કમિશ્નર સહિત અધિકારીઓ હોસ્પિટલ દોડી જતા ચકચાર મચી જવા પામી છે જો કે, આ બાબતે હોસ્પિટલના વડા દ્વારા બચાવ કરતા એવો ખુલાસો કરવામાં આવ્યો હતો કે દર્દીઓના સેમ્પલ લેવાના હતા તે માટે તેમને નીચે સુવરાવાયા હતા જો કે, તેમનો બચાવ વ્યાજબી ન હોવાનું પણ લોકોમાં ચર્ચાઇ રહ્યું હતું. આમ, હોસ્પિટલનાં વિડીયો વાયરલ મામલે તંત્ર હરકતમાં આવ્યું હતું.