સર.ટી. હોસ્પિ.માં ય્ઁજી સાથે ૧૦૮ એમ્બ્યુલન્સની સેવા ઉપલબ્ધ : દર્દીઓએ રાહ જોવી નહીં પડે

556

ભાવનગર શહેર અને જિલ્લામાં દિન પ્રતિદિન કોરોનાના કેસમાં વધારો નોંધાતા અને શહેરની સરકારી સર.ટી. હોસ્પિટલમાં પણ દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાતા હોસ્પિટલમાં વધુ સુવિધા ઉભી કરવા ભાવનગરમાં જીપીએસ સાથે ૧૦૮ એમ્બ્યુલન્સની સેવા ઉપલબ્ધ કરવવામાં આવશે. જિલ્લામાં ૧૦૮ અને સિવીલ હોસ્પિટલનું ઉત્તમ સંકલન કરવામાં આવ્યું છે. જેના પરિણામે દર્દીઓને જીપીએસના માધ્યમથી કોઇ મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા દરેક કોરોના દર્દીઓનું ય્ઁજી થકી લાઈવ મોનીટરીંગ કરી, આવનાર દર્દીની માહિતી સર ટી હોસ્પિટલ ખાતે પહેલાં જ પહોચાડવામાં આવે છે. હોસ્પિટલ તંત્ર ડૉક્ટર તેમજ ઓક્સિજન સહિત ની વ્યવસ્થા સાથે તૈયાર રહે છે જે થકી ૧૦૮ એમ્બ્યુલન્સ ગણતરીની મિનિટોમાંજ વ્યવસ્થાવાળા યોગ્ય વોર્ડ અને ડોક્ટર સુધી ઝડપી અને સરળતાથી પહોંચી જાય છે અને ત્વરિત સારવાર શરૂ કરાવવામાં આવે છે. જે અંતર્ગત કોરોના ટ્રોમા વૉર્ડ માં ઓક્સિજન સાથેના સ્ટ્રેચર તેમજ સ્ટાફ તૈયાર રહે છે અને જિલ્લાની તમામ ૧૦૮ એમ્બ્યુલન્સ ઓક્સિજન તેમજ ઁઁઈ કીટ સહિત કોરોના દર્દીને ત્વરિત હોસ્પિટલ ખાતે પહોંચાડે છે.દર્દીઓનું યોગ્ય લાઈન લિસ્ટિંગ હોસ્પિટલ ના ફરજ પર ના ડોક્ટરને આપવામાં આવે છે. આ વ્યવસ્થાથી કોરોનાગ્રસ્ત દર્દીને હોસ્પિટલમાં આવ્યા બાદ કોઈ સારવારની રાહ જોવી પડી રહી નથી અને ૧૦૮ એમ્બ્યુલસોની કતાર પણ નજરે પડતી નથી. અને કોઈ પણ દર્દીને હોસ્પિટલ સુધી પહોંચતા પેહલા કે હોસ્પિટલ સારવારમાં કોઈ મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.