આજે જિલ્લામાં ૧૯૭ નવા કેસ, એક્ટિવ કેસની સંખ્યા ૧૨૦૯ પર પહોંચી

843

ભાવનગર જિલ્લામાં આજરોજ ૧૯૭ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૮,૫૭૯ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં ૬૭ પુરૂષ અને ૪૫ સ્ત્રી મળી કુલ ૧૧૨ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં મહુવા ખાતે ૧૪, તળાજા ખાતે ૨૭, ભાવનગર ગ્રામ્ય ખાતે ૧૨, ઉમરાળા ખાતે ૬, શિહોર ખાતે ૮, ગારીયાધાર ખાતે ૩, જેસર ખાતે , પાલીતાણા ખાતે ૮, વલ્લભીપુર ખાતે ૨ તેમજ ઘોઘા ખાતે ૫ કેસ મળી કુલ ૮૫ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૬૯ અને તાલુકાઓમાં ૪૭ કેસ મળી કુલ ૧૧૬ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાંથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે. આમ જિલ્લામા નોંધાયેલા ૮,૫૭૯ કેસ પૈકી હાલ ૧૨૦૯ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામા અત્યાર સુધીમાં ૭૬ દર્દીઓનું અવસાન થયેલ છે.

Previous articleરેમડેસીવીર ઇંન્જેક્શન મામલે શહેર કોંગ્રેસના દેખાવો : કાર્યકરોની અટકાયત
Next articleઆજે રાત્રિથી શહેરમાં ૬૦ કલાકનું સ્વૈચ્છીક લોકડાઉન