ભાવનગર શહેરમાં ચાર સ્થળોએ ભરાતી રવિવારી બજાર સંપૂર્ણ બંધ, પણ દુકાનો ખુલ્લી

650

ભાવનગર શહેરના મોતીબાગથી ઘોઘા ગેઈટ, એમ.જી.રોડ, હેરિસ રોડ અને શેલારશા ચોકથી સ્ટેશન રોડ સુધી ભરાતા રવિવારી બજારો બંધ રાખવા ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર એમ.એ.ગાંધી દ્વારા જાહેરનામું બહાર પાડ્યું હતું. આ જાહેરનામા બાદ રવિવારી બજાર નાના લારીવાળોએ સંપૂર્ણ બંધ રાખી હતી. જયારે જે જગ્યાએ રવિવારી બજારો ભરાય છે તે જગ્યાએ દુકાનો ખુલ્લી જોવા મળી હતી.

ભાવનગર શહેરમાં કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે વિવિધ વિસ્તારમાં આવેલ ફક્ત રવિવારી બજાર ભરાતા વિસ્તાર અન્ય કોઈ સૂચના ન મળે ત્યાં સુધી સદંતર બંધ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તેનું નાના વેપારીઓએ સંપૂર્ણ બંધ રાખી તંત્રને સહકાર આપ્યો હતો.ભાવનગર મહાનગરપાલિકા કમિશનર એમ.એ.ગાંધીએ જાહેરનામું બહાર પાડ્યું
આ રવિવારી બજાર ભરાતા વિસ્તારોમાં મોતીબાગથી ઘોઘા ગેઈટ, એમ.જી.રોડ, હેરિસ રોડ અને શેલારશા ચોકથી સ્ટેશન રોડ સુધીના વિસ્તારમાં અન્ય સૂચના ન મળે ત્યાં સુધી સદંતર બંધ કરવાનું નક્કી કરવામાં આવેલ છે. આ હુકમ ૧૮-૪-૨૦૨૧ થી અમલમાં રહેશે. ઉપરોક્ત હુકમનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. અન્યથા સદર હુકમનો અનાદર કરનારની સામે એપેડેમીક એક્ટ – ૧૮૯૭ ની કલમ – ૨,૩ અને ૪ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમ ભાવનગર મહાનગરપાલિકા કમિશનર એમ.એ.ગાંધીએ જાહેરનામું બહાર પાડ્યું છે.
કોરોનાં વાયરસની ચેઈન તોડવા માટે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વિવિધ વેપારી સંગઠનોનાં સહયોગથી ભાવનગર શહેરમાં બે દિવસનાં સ્વૈચ્છિક લોકડાઉનની અપીલ કરવામાં આવી હતી. જેનાં ભાગરૂપે પ્રથમ દિવસે મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. જ્યારે બીજા દિવસે રવિવારે પણ વેપારીઓએ દુકાનો ખુલ્લી રાખી હતી. જેમાં કેટલાક વેપારીઓએ દુકાનો ખોલી વેપાર કર્યો હતો. તો કેટલાકે બંધ રાખી લોકડાઉનમાં જોડાયા હતા.

Previous article૩ હજારની વસ્તી ધરાવતા ગામલોકોની કફોડી હાલત
Next articleભાવનગરમાં કાર્બાઈડથી કેરી પકવનાર સામે કરાશે કાર્યવાહી