રાણપુરમાં દવાખાના, મેડીકલ સ્ટોર પર ભીડ

526

બોટાદ જીલ્લાના રાણપુર શહેર સહીત રાણપુર તાલુકામાં કોરોના એ કાળો કહેર વર્તાવ્યો છે.રાણપુર શહેરના તમામ દવાખાનાઓ સાક્ષી પુરે છે કે રાણપુર પંથક ને કોરોના વાયરસે ભરડો લઈ લીધો છે.લોકો મોતને ભેટી રહ્યા છે. રાણપુર શહેર તેમજ રાણપુર તાલુકામાં ઢગલા બંધ કોરોનાના કેસો છે.ખાનગી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાય રહ્યા છે.રાણપુર એકપણ દવાખાનામાં દર્દી ને પગ મુકવાની જગ્યા નથી. તંત્ર રાણપુર શહેર અને તાલુકાના સાચા પોઝીટીવ કેસો જાહેર કરતા નથી.રાણપુર તાલુકામાં કોરોના સંક્રમણને અટકાવવા આરોગ્ય વિભાગ સદંતર નિષ્ફળ ગયુ હોય તેવુ લોકો કહી રહ્યા છે. જીલ્લા આરોગ્ય તંત્ર જો રાણપુર માં સવારે ખાનગી દવાખાનાઓની મુલાકાત કરે તો ખબર પડે કે રાણપુર ની સ્થિતી કેવી છે. હાલ તો રાણપુર શહેર અને તાલુકો ભગવાન ભરોસે છે.લોકો મોટા પ્રમાણ માં સંક્રમિત થઈ રહ્યા છે અને જીવ ગુમાવી રહ્યા છે.વીસ દિવસથી કોરોનાની આ બીજી લહેર ચાલુ થયા બાદ લોકો ને તાવ આવી રહ્યો છે અને બે-ચાર દિવસમાં તેઓના મોત થયા છે.હાલ રાણપુર પંથકમાં શરદી-ઉધરસના અસંખ્ય કેસો સામે આવી રહ્યા છે.લોકો સ્થાનિક ડોક્ટરો પાસેથી દવાઓ લઈને હોમક્વોરોન્ટાઈ થઈ જાય છે અને પછી તબીયત વધુ બગડે એટલે બહાર જાય છે ત્યા બહુ મોડુ થઈ જાય છે અને પુરતી સારવાર ના આભાવે લોકો મોત ને ભેટી રહ્યા છે. રાણપુર તાલુકાના જાળીલા ગામે કોરોના વાયરસના સંક્રમણમાં વધારો થતા ગામમાં ૭ લોકોના મોત થયા છે.જ્યારે રાણપુર શહેરમાં છેલ્લા ૭ દિવસથી દરોજ ૫ થી ૭ લોકોના મોત થઈ રહ્યા છે.કોઈ નું ટેસ્ટીંગ ન થયુ હોવાથી મોત નુ કારણ બહાર આવતુ નથી.રાણપુર તાલુકામાં છેલ્લા એક અઠવાડીયા માં આશરે ૩૫ થી ૪૦ લોકો ના મોત થયા છે.રાણપુર શહેરના કુંભારવાડા,છત્રીપા શેરી,હવેલી શેરી,બારોડવાળી શેરી,કાંકરીયા ચોરા,ખ્વાજા પાર્ક,નદી કાંઠા વિસ્તાર,દેસાઈ વોરાના ચોરે,રતનચોક સહીત રાણપુર તાલુકામાં ૩૫ થી ૪૦ લોકોના મોત થયા છે અને હાલ લોકોમાં કોરોના ને લઈને ભય નો માહોલ ઉભો થયો છે.રાણપુર શહેરમાં લોકોના આરોગ્ય ને લઈને સૌથી ખરાબ પરીસ્થિતી છે પણ કોઈ સરકારી અધિકારીઓ કે આરોગ્ય ના અધિકારીઓએ રાણપુર ની પરીસ્થિતી ને લઈને મુલાકાત નથી કરી જેને લઈને લોકોમાં સરકારી તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે રાણપુર શહેરની ૩૦,૦૦૦ હજારની વસ્તી અને રાણપુર તાલુકાની ૧,૫૦૦૦૦(દોઢ લાખ)ની વસ્તી ભગવાન ભરોસે જીવી રહી છે.આરોગ્ય તંત્ર તો ઘોર નિદ્રામાં હોય તેવુ લાગી રહ્યુ છે.લોકો પોતાના સ્વજનો ગુમાવી રહ્યા છે.જીલ્લા આરોગ્ય તંત્ર પણ રાણપુર તાલુકાના કોરોના ના સાચા આંકડા આપતા નથી.લોકો આવી તમામ સમસ્યા નો સામનો કરી જીવન જીવી રહ્યા છે.રાણપુર ના દવાખાનાઓમાં દર્દીઓની લાંબી લાંબી લાઈનો લાગેલી જોઈને લોકો ડરી રહ્યા છે.ત્યારે જીલ્લા આરોગ્ય તંત્ર અથવા સરકાર રાણપુરની પરીસ્થિતી માં સુધારો કરવા નિષ્ઠા પુર્વક કડક કામગીરી કરે તેવી લોકોની માંગણી છે.

Previous articleભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડમાં છેલ્લા બે મહિનાથી પીવાના પાણીના ફાફા
Next article‘હું પૃથ્વી, મને બચાવો’ વિષય પર વેશભૂષા વિડીયો સ્પર્ધા દ્વારા અનોખી રીતે વિશ્વ પૃથ્વી દિવસની