ભાવનગર જિલ્લામાં કોરોનાના વધતા કેસના પગલે લેપ્રેસી હોસ્પિટલમાં ૧૨૫ બેડની વ્યવસ્થા કરાઈ

504

ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાએ કહેર મચાવ્યો છે. છેલ્લા ચાર દિવસથી જિલ્લામાં દરરોજ રેકોર્ડબ્રેક કેસ નોંધાઈ રહ્યા છે ત્યારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે હાલ જિલ્લામાં કોવિડની સારવાર માટે બેડની સંખ્યા વધારવાના પ્રયાસમાં લાગ્યું છે. ભાવનગરની લેપ્રેસી હોસ્પિટલમાં કોવિડની સારવાર માટે ૧૨૫ બેડની સુવિધા તૈયાર થતા આવતીકાલથી શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. અહીં દર્દીઓે વિનામૂલ્યે સારવાર મળી રહેશે.

શહેરના રૂવાપરી રોડ પર આવેલ લેપ્રેસી હોસ્પિટલમાં એક ઓપીડી, ૫ વોર્ડમાં અને ૧૨૫ બેડ ની સુવિધા સાથેની સંપૂર્ણ હોસ્પિટલ તૈયાર થઈ ગઈ છે અને આવતીકાલ થી જ આ હોસ્પિટલ કાર્યરત થઈ જશે, આજે જેમાં કલેક્ટર, અધિક કલેક્ટર, ભાવનગર શહેર અને જિલ્લાના ના આરોગ્ય અધિકારીઓ, ડોક્ટરો, મનપાના અધિકારીઓ સહિતના સ્ટાફ લેપ્રેસી હોસ્પિટલની મુલાકાત લીધી હતી.ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે લોકો ને હોસ્પિટલો ન મળતા પરેશાન થઈ ગયા છે, ખાનગી હોસ્પિટલમાં રૂપિયા ખર્ચવા છતાં પણ કોરોનાના દર્દીઓને બેડ મળતા નથી અથવા તો માંડ માંડ મળે છે, લેપ્રેસી હોસ્પિટલ આગામી બુધવાર થી શરૂ કરવામાં આવશે અને આ હોસ્પિટલનું સંચાલન સર તખ્તસિંહજી હોસ્પિટલ કરશે તેથી કોરોનાના દર્દીઓને વિનામૂલ્યે સારવાર મળશે, ઓક્સિજનની લાઈન પણ નખાઈ ગઈ છે તેથી ઓછા ઓક્સિજનની જરૂર હશે તેને લેપ્રેસી હોસ્પિટલ રીફર કરવામાં આવશે તેમ ભાવનગર જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા એ જણાવ્યું હતું.ભાવનગર શહેરમાં દિનપ્રતિદિન કોરોનાના કહેર વધતો જાય છે જેમાં છેલ્લા ચાર દિવસમાં રેકોર્ડબ્રેક કેસો આવી રહ્યા છે જેમાં ભાવનગર શહેર અને જિલ્લામાં ૨૩ એપ્રિલ ના રોજ ૩૦૨ કેસ, ૨૪ એપ્રિલ ના રોજ ૩૧૦, ૨૫ એપ્રિલના રોજ ૩૭૯ અને ૨૬ એપ્રિલના રોજ ૫૩૬ કેસો આવ્યા હતા આમ જોઈતો છેલ્લા ચાર દિવસમાં ૧૫૨૭ પોઝિટિવ કેસો નોંધાયા છે, ભાવનગર શહેર અને જિલ્લા કુલ ૩૬ હોસ્પિટલ કોવિડ માટે છે જેમાં ૧૧૭૮ બેડ ની સામે ૧૦૩૪ બેડો ભરાઈ ગયા છે અને ૧૪૪ બેડો ખાલી છે. પરંતુ, આગામી દિવસોમાં કેસની સંખ્યા વધે તો દર્દીઓને સારવાર મળી રહે તે માટે તંત્ર દ્વારા અત્યારથી જ વધારાના બેડની વ્યવસ્થા કરવામા આવી રહી છે.

Previous articleવિશ્વપ્રસિધ્ધ સાળંગપુર, શહેરના ગોળીબાર, ઝાઝરીયા મંદિર ખાતે હનુમાન જયંતીની સાદાઈથી ઉજવણી કરાઈ
Next articleહોમ ક્વોરન્ટાઈન થયેલા દર્દીઓને પહોંચાડે છે નિઃશુલ્ક ભોજન