હોમ ક્વોરન્ટાઈન થયેલા દર્દીઓને પહોંચાડે છે નિઃશુલ્ક ભોજન

656

ભાવનગર શહેર-જિલ્લામાં હાલની મહામારી ને લઈને અનેક સેવાભાવી ઓ દ્વારા વિવિધ સેવાકાર્યો શરૂ કરવામાં આવ્યા છે ત્યારે ભાવનગર શહેર માં રજની કનાડા ગ્રુપના સહયોગથી શહેરમાં કોરોના ની સારવાર લેવા આવેલ પેશન્ટો તથા તેમના સ્નેહીજનો માટે નિઃશુલ્ક શુદ્ધ સાત્વિક આહાર સેવા શરૂ કરવામાં આવી છે જેનો લોકો બહોળા પ્રમાણમાં લાભ લઈ રહ્યા છે.ભાવનગર શહેરમાં વસતા લોકો માટે બે ભાઈઓ દ્વારા લોકો ના ઘરે ઘરે જઈ ટિફિન સેવા આપી રહ્યા છે તેને જણાવ્યું હતું કે જ્યારે અમે આ સેવા યજ્ઞ ૧૦ દિવસ પહેલા ઘરેથી જ કર્યો હતો ત્યારે અમારી પાસે ૨૫ જેટલા ટીફીનો હતા હાલ અમારી પાસે આ આંક ૨૫૦ થી વધારે ટિફિન સેવા નો આંક પહોંચ્યો છે. લોકો પોતાનું અને પોતાના પરીવારજનો ધ્યાન રાખે.ભાવનગર શહેરમાં રહેતા પ્રદ્યુમનસિંહ ગોહિલ અને રાજેન્દ્રસિંહ ગોહિલ તેમજ રજની કનાડા ગ્રુપના સહયોગથી કોરોના પોઝિટિવ હોમ કોરોન્ટાઇન થયેલા લોકોને તેમના ઘર સુધી ડોર-ટુ ડોર પૌષ્ટિક આહાર જમવા માટેની પૂર્તિ વ્યવસ્થા કરી સેવા બજાવી રહ્યા છે.

હાલ ભાવનગરમાં દિનપ્રતિદિન કોરોનાના કેસો વધતા જાય છે ત્યારે આવા કપરા સમયમાં લોકોને હર હંમેશ મદદ કરવાના ધ્યેય સાથે સેવાના કાર્યો અવિરત પણે કરવામાં આવી રહ્યા છે, હાલની સ્થિતિમાં લોકો રેપિડ ટેસ્ટ અને ઇ્‌-ઁઝ્રઇ માં પોઝિટિવ આવેલા લોકો સ્વૈચ્છિક પોતાના ઘરે હોમ કોરોન્ટાઇન થઈ રહ્યા છે, તેવા કોરોનાગ્રસ્ત દર્દીઓને બે-ટાઈમ પૌષ્ટિક જમવાનું મળી રહે તેવા હેતુથી આ ગ્રુપ દ્વારા નિઃશુલ્ક કોઇપણ ચાર્જ વગર તેમના ઘરે પહોંચાડી રહ્યા છે. ગ્રુપ દ્વારા લોકોને પણ કોરોના ના વકરતા જતા કેસોને ધ્યાનમાં રાખી અપીલ કરવામાં આવી કે લોકો બિનજરૂરી બહાર ના નીકળે, કોરોના ની ગાઈડલાઈન નું પાલન કરે, તેમજ દેશના વૈજ્ઞાનિકો દ્વારા બનાવવામાં આવેલ કોરોના રસી ને કોઈ સંકોચ કે ડર વગર અવશ્ય મુકાવે અને અન્ય લોકોને પણ કોરોના રસી લેવા પ્રેરિત કરે જેથી પોતે અને પોતાના પરિવારને પણ સુરક્ષિત કરી શકશે તેવી જ રીતે આ કોરોના મહામારીને નાબુદ કરવામાં સફળતા મળશે, આ ગ્રુપ દ્વારા ભાવનગર શહેરમાં હોમ કોરોન્ટાઇન થયેલા દર્દીઓ માટે નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે, જેનો મો.+૯૧૭૮૭૪૭૮૦૦૫૪