ગુજરાતમાં સૌ પ્રથમ ભાવનગરની ઘરશાળામાં ૫૦ બેડની કોવિડ હોસ્પિટલનો થયેલો પ્રારંભ

563

રાજ્યભરની સાથોસાથ ભાવનગર શહેર અને જિલ્લાભરમાં વકરેલી કોરોના મહામારીને ડામવા માટે તંત્રની સાથોસાથ વિવિધ સંસ્થાઓ પણ ભરપૂર પુરયાસો કરી રહી છે તેના ભાગરૂપે ઘરશાળા સંસ્થા, હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસો., મેડીકલ એસીસીએશન તથા રેડક્રોસ સોસાયટીનાં સંયુક્ત પ્રયાસોથી ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમ વખત ઘરશાળામાં કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવ્યું છે.
બે દિવસથી કાર્યરત થયેલા ઘરશાળા કોવિડ કેર સેન્ટરમાં ઓકસીજન સહિતની સુવિધા સાથેનાં ૫૦ બેડ ઉભા કરવામાં આવેલ છે. અને દવા, ભોજન, સહિતની સુવિધા પુરી પાડવામાં આવી રહી છે ઘરશાળામાં ટ્રસ્ટી હિતેશભાઈ વ્યાસ, મેહુલભાઈ વડોદરીયા, મેહુલભાઈ મહેતા, આશિષભાઈ ત્રિવેદી, ગૌરવભાઈ શેઠ, નિલેષભાઈ પટેલ, વિરલભાઈ મહેતા, અમિતભાઈ લંગાળીયા, કે.કે. સરવૈયા, આનંદભાઈ ઠક્કર, દેવદત્તભાઈ કામદાર, નયનભાઈ શાહ, ડો. કેતન પટેલ, ડો. કાનાણી ડો.સુમિત ઠક્કર, જ્ઞાનમંજરી સ્કુલનાં નાકરાણી સહિત જહેમત ઉઠાવી રહ્યા છે.
વર્તમાન સમયમાં શાળાઓ બંધ હોય તેને હોસ્પિટલમાં ફેરવવાનો રાજ્યભરમાં ભાવનગરની ઘરશાળા સંસ્થાએ વિવિધ એસોસીએશનનાં સહયોગથી પહેલ કરી તે સરાહનીય છે.

Previous articleહોમ ક્વોરન્ટાઈન થયેલા દર્દીઓને પહોંચાડે છે નિઃશુલ્ક ભોજન
Next articleકવિ દાદબાપુ સાથે રેડક્રોસનાં હોદ્દેદારોની સ્મૃતિ