હાઇકોર્ટે રૂપાણી સરકારને ઝાટકીઃ તૈયારીઓ માત્ર કાગળ ઉપર, વાસ્તવમાં સ્થિતિ ડરામણી છે

304

(જી.એન.એસ)અમદાવાદ,તા.૨૭
તાત્કાલિક સારવારના દર્દીને ૧૦૮એ પ્રાથમિકતા આપવા મુદ્દે રાજ્ય સરકારે સોગંદનામામાં કોઈ રજૂઆત ના કરતા કોર્ટે ટકોર કરી કે, હજી પણ હોસ્પિટલ બહાર ૪૦ એમ્બ્યુલન્સ ઉભી રહે છે. દર્દીઓને અટેન્ડ કરવા માટે કોઈને ગોઠવો તો ખબર પડે કે દર્દીને કેવી જરૂરીયાત છે. તમે માત્ર લાઈનો જ કરાવો છો. કોઈને ઓક્સિજનની જરૂર ન હોય તો તેને કોવિડ કેર સેન્ટરમાં મોકલો કોઈને ઓક્સિજનની જરૂર હોય તો એને પહેલાર્ ં૨ આપો અને ૈંઝ્રેંની જરૂરિયાત વાળા દર્દીને તાત્કાલિક દાખલ કરો. પરંતુ કંઈક કરો.
અમે આજની પરિસ્થિતિથી ખુશ નથીઃ હાઈકોર્ટ રાજ્યમાં પ્રાઇવેટ હોસ્પિટલ ક્રિટિકલ દર્દીઓને ના પાડે છે કે અમે એડમિટ નહીં કરીએ. પરંતુ એને પ્રાઇમરી ટ્રીટમેન્ટ તો આપો અથવા એને ઈન્જેકશન કે દવા આપો. હોસ્પિટલ દર્દીઓને ના કેમ કહી દે છે. દરેક પ્રાઈવેટ હોસ્પિટલની બહાર બોર્ડ લગાવો કે આટલા બેડ છે આટલા ભરાયા છે અને બાકીના ખાલી છે. જેથી દર્દી રજળી ન પડે બેડ ન હોય તો એ બીજે ઝડપથી જતો રહે.
સરકાર આ બાબતે પગલાં લે એ જરૂરી છે. અમે આજની પરિસ્થિતિ અને સરકારની કામગીરીથી ખુશ નથી.
હાઇકોર્ટે સરકારનો ઉધડો લીધો કે હોસ્પિટલ બહાર એબ્યુલન્સમાં કેમ સારવાર આપવી પડે છે? કેમ હોસ્પિટલના ટ્રાયજમાં દર્દી નથી પહોંચતું? સરકાર શું વ્યવસ્થા
કરી રહી છે? ૧૪ દિવસથી હોસ્પિટલ બહાર લાઈનો લાગી છે અત્યારે પણ આ સ્થિતિ છે લોકોને કેમ રોડ ઉપર મરવા છોડી દીધા છે?
જ્યારે શાલીન મહેતાએ કોર્ટમાં રજૂઆત કરી કે, રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, જેને ધ્યાનમાં રાખીને એકમાત્ર લોકડાઉન જ ઉપાય છે. હું માત્ર એમ જ નથી કહેતો દેશમાં પણ કેટલીક જગ્યાએ લોકડાઉન છે, ગઈકાલે કર્ણાટક સરકારે પણ લોકડાઉન જાહેર કર્યું. જર્મની, લંડન, સિંગાપોર અને ન્યૂઝિલેન્ડમાં પણ આ જ રીતે લોકડાઉનથી કોરોના પર કાબુ મેળવવાના પ્રયત્ન થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં પણ લોકડાઉનને કારણે કેસ સતત ધટી રહ્યા છે આજે રાજ્યના દરેક નાગરિક પરેશાન છે ત્યારે ૭થી ૮ લોકો ધરે રહેશે તો આ ચેઇન તૂટશે.
અમે એફિડેવિટ રજૂ કર્યું છે અમે એવું નથી કહેતા કે પરિસ્થિતિ ખૂબ જ સારી છે પરિસ્થિતિ ખરાબ છે રાજ્યમાં અમે પ્રયત્ન કરી રહ્યા છે. રાજ્યમાં ઈન્જેકશન, બેડ, એમ્બ્યુલન્સ, ડોક્ટર અને અન્ય સ્ટાફની અછત છે. અમે તે માટે પ્રયત્ન કરી રહ્યા છે. ૧૨૦૦ બેડની હોસ્પિટલમાં આવેલ તમામ દર્દીને દાખલ કરીએ છે. લોકો અમદાવાદ બહારથી આવે છે તો પણ દાખલ કરીએ છીએ સમય એટલે લાગે છે કે બીજા દર્દીઓને ડિસ્ચાર્જ કરવાના હોય છે અને બધી ફોર્મલિટીસ હોય છે. અમે તમામ લોકોના સજેશન સ્વીકારવા તૈયાર છીએ. ૧૦૮ પણ દર્દીઓને સારવાર મળે તે માટે પૂરતો પ્રયત્ન કરે છે અમે ૧૫ વાન નવી એડ કરી છે અને
કમલ ત્રિવેદીએ જણાવ્યું કે, ઓક્સિજન પ્લાન્ટની પરમિશન કેન્દ્ર સરકાર આપે છે, રાજ્યમાં ૮ પ્લાન્ટ માટે પરમિશન મળી હતી. જેમાં ૧ને બ્લેકલીસ્ટ કર્યું છે. ૭માંથી ૪ પ્લાન્ટ ચાલું થઈ ગયા છે અને બાકીના ૩ પ્લાન્ટ ૩ મે એ ચાલુ થઈ જશે. જીવીઁ કોવિડ હોસ્પિટલ છે એટલે વીજી હોસ્પિટલમાં ૧૫૦ બેડ સિવાય નોન કોવિડ દર્દી સારવાર લઈ રહ્યા છે જરૂર પડશે તો વીજીને ફૂલી કોવિડ હોસ્પિટલ જાહેર કરાશે
અમદાવાદની કેટલીક હોસ્પિટલમાં વીઆઇપી લોકો બેડ રિઝર્વ રાખ્યા છે, એ બાબત ગંભીરતાથી નોંધ લેવી જોઈએ. તમામ લોકોને સરખી સારવાર મળવી જોઈએ. આશા છે આ બાબતે કોર્ટ કઈ વિચારે. આવી પરિસ્થિતીમાં આ વીઆઇપી ક્લચર હટવું જોઈએઃ પરસી કવિના
આવી પરિસ્થિતિમાં લોકોને હોસ્પિટલમાં બેડ મળતા નથી અને સરકાર નવી હોસ્પિટલમાંના ઉદ્ઘાટન કરે છે જેમાં ૩ લેયર સિક્યુરીટી હોય છે હોસ્પિટલના અધિકારીઓ હોય છે અને ભીડ થાય છે. તો આનાથી કઈ રીતે ચેઇન તૂટશે. હજી પણ ૧૨૦૦ બેડની ગાંધીનગરની હોસ્પિટલ બનશે. ત્યારે ગેધરિંગ થશે, ઉદ્ઘાટન થશે. એટલે આ બધું બંધ થાય ઉદ્ધટન કર્યા વગર હોસ્પિટલ ચાલું થાય એમાં સૌની ભલાઈ છે. મેં ફોટોઝ જોયા છે જેમાં ડેપ્યુટી સી.એમ બધી જગ્યાએ હતા. હું કોઈ કોમેન્ટ નથી કરતો પણ આવા કાર્યકમમાં સંક્રમણ વધે તેની શકયતા છેઃ એડવોકેટ પરસી કવિના

Previous articleશહેરોમાં રૂપાણી સરકારનું ‘મિનિ લોકડાઉન’, ગામડામાં સ્વયંભૂ લોકડાઉન
Next articleહાઇકોર્ટે ખખડાવ્યા બાદ ચૂંટણી પંચનો નિર્ણય, ૨ મેના રોજ વિજય સરઘસો નહીં કાઢી શકાય