ભાવનગરમાં ૧૦ સ્થળોએ વેક્સિનેશન શરૂ, સેન્ટરો પર યુવાનોની લાઈનો લાગી, વેક્સિન લેશો તો પરિવાર સુરક્ષિત રહેશેઃ નાગરિક

614

ભાવનગર શહેરમાં આજથી ૧૮ વર્ષથી ઉપરની વયના લોકો માટે શહેરના ૧૦ સ્થળોએ વેક્સિનેશનનો પ્રારંભ થયો હતો. સવારથી જ યુવાનોની સેન્ટરો પર મોટી લાઈનો લાગી હતી, યુવાનોમાં વેક્સિનેશનને લઈ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વેક્સિન લીધા બાદ લોકો જણાવી રહ્યાં છેકે, કોરોના મહામારી સામે રક્ષણ મેળવવા વેક્સિન જરૂરી છે. વેક્સિન લેશો તો આપણો પરિવાર સુરક્ષિત રહેશે. આજે ખાસ તો ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગર શહેરમાં કોરોનાને કાબૂમાં લેવા ૧૮થી ૪૪ વર્ષ સુધીના લોકો કે જેઓએ ગત તા.૨૮ એપ્રિલથી શરુ થયેલા ઓનલાઇન રજિસ્ટ્રેશનનાં નામ નોંધાવ્યું હોય અને ઓનલાઇન પોર્ટમાં એપાર્ટમેન્ટ લીધી હોય તેવા તમામ લોકો માટે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણના આરંભ ૧૦ સ્થળોએ વેક્સિનેશન નો પ્રારંભ થયો છે.મહામારી સામે રક્ષણ મેળવવા રસી લેવી ખુબજ જરૂરીરાકેશભાઈ શાહ અને તેમના રિધ્ધીબેન પત્ની બંનેએ વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો, તેને જણાવ્યું હતું કે આ કોરોનાની મહામારી સામે રક્ષણ મેળવવા રસી લેવી ખુબજ જરૂરી છે, વેક્સિન લઈશું તો આપણી ઇમ્યુનિટી બુસ્ટર જેવું કામ કરે છે એટલે લેવી ખુબજ જરૂરી છે.મગ્ર ભાવનગરને પણ કોરોનામુક્ત બનાવીએ જ સંકલ્પ કરીએઉન્નતિબેન શાહ અને તેમના પતિ સાહિલભાઈએ જણાવ્યું હતું કે આ મહામારી માં ભારત સરકાર દ્વારા જે ૧૮થી વધુ વયના લોકો માટે વેક્સિનેશનનો પ્રારંભ થયો ખૂબ જ જરૂરી છે, જો વેક્સિન લેશો તો આપણો પરિવાર સુરક્ષિત રહેશે, અને દેશ પણ સુરક્ષિત બનશે. કોરોનાના ઇંફેક્શનમાંથી બચવાં માટે માત્ર અને માત્ર વેક્સિન એ જ અકસીર ઉપાય છે ત્યારે આપણે સૌ વેક્સિન લઈએ અને ભારત દેશને ગુજરાત અને સમગ્ર ભાવનગરને પણ કોરોનામુક્ત બનાવીએ જ સંકલ્પ કરીએ.ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી આર.કે.સિન્હા દ્વારા જણાવ્યું હતું કે ભાવનગર શહેરના ૧૦ સ્થળોએ વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે અને એક સેન્ટર પર ૨૦૦નું રજીસ્ટ્રેશન કરાયું છે એટલે ૧૮ થી ૪૪ વર્ષથી વધુ વયના ૨૦૦૦ લોકો ને આજે રસીકરણ કરવામાં આવશે. શહેરના આ ૧૦ સ્થળોએ વેક્સિનેશન કરવાનું શરૂ છે. ૧) રૂવા યુસીએચસી, વી.પી.સોસાયટી સામે, સુભાષનગર, ૨) કુંભારવાડા યુસીએચસી, કુંભારવાડા સર્કલ પાસે, ૩) મ્યુ.પશ્ચિમ ઝોનલ ઓફિસ, માર્કેટિંગ યાર્ડ પાસે, ૪) ડોકટર હોલ, મહિલા કોલેજ સર્કલ પાસે, ૫) સંત પ્રભા રામ હોલ, સિંધુનગર, ૬) સરદાર પટેલ સ્નાતક મંડળ, વિજયરાજનગર, ૭) રોટરી ક્લબ, ઘોઘા સર્કલ, ૮) શિવાજી સર્કલ હેલ્થ સેન્ટર, શિવાજી સર્કલ પાસે, ૯) કાળીયાબીડ હેલ્થ સેન્ટર, ભગવતી પાર્ક પાસે, ૧૦) શાળા નંબર-૧૭, દીપક ચોક પાસે ખાતે શરૂ છે.