ભાવનગરમાં નારી શક્તિ દ્વારા વેક્સિન લેવા લોકોને અનુરોધ

551

હાલમાં વેક્સિન એ જ મેડીસીન : ડો. ભારતીબેન
ભાવનગરના સાંસદ ડો. ભારતીબેન શિયાળએ જણાવ્યું છે કે, જે રીતે છેલ્લાં એકાદ વર્ષથી સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ફેલાયેલી છે. આ મહામારીનો તોડ શોધવાં માટે જગતાભરના વૈજ્ઞાનિકો સંશોધન કરી રહ્યાં છે તે જોતાં કોરોનાને નાથવાની અક્સીર દવા દૂનિયા શોધી લેશે. પરંતુ અત્યારે દેશમાં અને ગુજરાતમાં કોરોનાના કેસ જે રીતે વધી રહ્યાં છે અને તેના સંક્રમણનો વ્યાપ જે રીતે વધી રહ્યો છે તેને અંકુશમાં લાવવાનો અત્યારે એકમાત્ર ઉપાય કોરોનાનું રસીકરણ છે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જે રીતે દેશભરમાં રસીકરણને વેગ આપવાં માટે “ટીકાકરણ ”અભિયાન દ્વારા દેશમાં મહત્તમ રસીકરણ થાય તેમ માટે તેઓ જે રીતે પ્રયત્ન કરી રહ્યાં છે. તેમાં આપણે રસીકરણ અભિયાન દ્વારા સાથ અને સહકાર આપવો રહ્યો. તેમણે કહ્યું કે, કોરોનાની ચોક્કસ દવા વિશ્વ પાસે ઉપલબ્ધ નથી થઈ ત્યાં સુધી માત્ર અને માત્ર વેક્સિન એ જ અત્યારે મેડિસિન છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સતત પ્રયત્નોને કારણે ભારતીય એટલે કે દેશી વેક્સિન આપણાં દેશમાં બે પ્રકારની આવી ગઇ છે. અને ઉંમરના તબક્કા પ્રમાણે જે રીતે સમગ્ર દેશમાં વેક્સિનેશન કાર્ય ચાલી રહ્યું છે તે વિશ્વનો સૌથી મોટામાં મોટો વેક્સિનેશન કાર્યક્રમ બની રહ્યો છે.તા.૨૮ એપ્રિલથી ૧૮ થી ૪૫ વર્ષની વયજૂથના લોકોનું યુવા ગ્રુપ છે એમનાં માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. આરોગ્ય સેતુ એપ અને કોવિન એપ્લિકેશનમાં આ માટેનું રજિસ્ટ્રેશન કરાવી શકાય છે.

કોરોનાને હરાવવા વેક્સિન અમોઘ શસ્ત્ર : વિભાવરીબેન
શિક્ષણ રાજ્ય મંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું છે કે, દુનિયાભરમાં કોરોનાએ જે રીતે હાહાકાર મચાવ્યો છે અને તેનાથી જે રીતે માનવ ખુવારી થઇ રહી છે.
તે જોઇને મારું હ્યદય દ્રવી ઉઠે છે. કુદરત જ્યારે આપણી સહનશક્તિના પારખા લઇ રહી હોય તે રીતે કોરોનાનો કહેર દીનબદીન વધી રહ્યો છે તેવાં સમયે કોરોનાને હરાવવાં માટે આપણી પાસે જો કોઇ હથિયાર હોય તો તે કોરોનાનું વેક્સીનેશન છે. આ વેક્સીનેશનથી જ આપણે કોરોનાને હરાવવાં માટેની રોગપ્રતિકારક શક્તિ હાંસલ કરી શકીશું.
તેમણે ઉમેર્યું કે, કોરોનાનો સામનો કરવાં માટે મોટા પાયા પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. ડોક્ટર્સ, નર્સ, પેરામેડિકલ સ્ટાફ વગેરે જેવાં કોરોના વોરિયર્સ રાત- દિવસ જોયા વગર લોકોની સેવામાં લાગેલાં છે. અનેક ફ્રન્ટલાઇન વર્કર્સને કોરોના થયો છે છતાં તેઓ ફરીથી તેઓની ડ્યુટીમાં જોડાઇને કોરોનાને હરાવવાં કટિબધ્ધ રીતે કાર્ય કરી રહ્યાં છે.
જે રીતે છેલ્લાં એકાદ વર્ષથી સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ફેલાયેલી છે. આ મહામારીનો તોડ શોધવાં માટે જગતાભરના વૈજ્ઞાનિકો સંશોધન કરી રહ્યાં છે તે જોતાં કોરોનાને નાથવાની અક્સીર દવા દૂનિયા શોધી લેશે. ભારતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પ્રયત્નોથી દેશમાં કોરોનાની બે દેશી વેક્સીન શોધાઇ ગઇ છે. તે કોરોનામાં અસરકારક સાબિત થયેલી છે.

કોરોના સામે લડવા વેક્સિન આશિર્વાદ સમાન : કિર્તીબેન
ભાવનગર શહેરના પ્રથમ નાગરિક અને મેયર કિર્તિબાળાબેન દાણીધરીયાએ કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા ૧લી મે થી ૧૮ થી ૪૫ વર્ષની વયજૂથના લોકોને રસીકરણ કરવાં માટેની શરૂઆત થઇ રહી છે ત્યારે ભાવનગરની તમામ પાત્ર જનતા આ રસી લે અને ભાવનગર શહેરને કોરોના મુક્ત બનાવવાં માટે પોતાનો સહયોગ આપે.તેમણે કહ્યું કે, કોરોના સામે લડવાનું અત્યારે એકમાત્ર હથિયાર કોરોનાની રસી છે. આ રસી કોરોના સામે લડવાં માટે મહત્વપૂર્ણ સાબિત થઇ રહી છે ત્યારે તેને લેવાથી આપણે કોરોનાને હરાવી શકીશું. એ દ્રષ્ટિએ કોરોનાની રસી આશિર્વાદરૂપ નિવડશે. મેયરે જણાવ્યું કે, ભાવનગર શહેરમાં કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે તંત્ર ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી રહી છે. વહિવટી તંત્રના અધિકારીઓ કોરોના રોગચાળાની ગંભીરતાને ધ્યાને લેતાં લોકોને કોરોનાથી બચાવવાં અને વેક્સિન અંગેની તમામ અફવાઓને અટકાવી વેક્સિન અંગે જાગૃત કરવાં અને વેક્સિનના ફાયદાઓ વિશે સમજણ પૂરી પાડી રહ્યાં છે. હવે આ ઝુંબેશ સફળતાપૂર્વક આગળ વધી રહી છે. લોકો પણ કોરોનાકાળમાં સાવચેતી જાળવીને રહ્યાં છે. હવે કોરોનાને માત આપવા માટે વેક્સિન ઉપલબ્ધ છે. લોકો તરફથી પણ વેક્સિન અંગે સારો પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે ભાવનગરના તમામ પાત્રતા ધરાવતાં લોકો કોરોનાની રસી લઇ પોતાની જાતને સુરક્ષિત કરવાં સાથે ભાવનગરને પણ કોરોનાથી મુક્ત કરવાં માટે પોતાનો સહયોગ આપે તેવી અપીલ પણ તેમણે કરી છે.