વલ્લભીપુરના નિમ્બાર્ક આશ્રમ દ્વારા ભોજન પ્રસાદનો સેવાયજ્ઞનો પ્રારંભ

2103

શહેરની હોસ્પિટલમાં કોવિડની સારવાર અર્થે આવતા દર્દીઓ અને તેમના પરિજનો તથા મેડિકલ, પેરામેડીકલ સ્ટાફ માટે નિમ્બાર્ક આશ્રમ દ્વારા પેકડ ભોજન પ્રસાદની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આશ્રમના મહંત મુકુંદચરણ દાસજી બાપુ દ્વારા આ ભોજનનો સેવા યજ્ઞ ચાલુ કરવામાં આવેલ છે. કોરોના પોઝિટિવ દર્દી માટે અને પેરામેડિકલ સ્ટાફ તથા ડૉકટરો, નર્સ દર્દીના પરિજનો માટે શુદ્ધ અને સાત્વિક ભોજન પેક કરી પહોંચાડવાની સુદ્રઢ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. માનવ સેવા એ જ પ્રભુ સેવાનું સૂત્ર સાર્થક કરતા આશ્રમની આ ભોજન વ્યવસ્થાથી દૂરદૂરથી આવતા દર્દીઓ અને તેમના પરિજનોને ખાસી રાહત મળી છે.