શહેર જિલ્લામાં વિજ પુરવઠો શરૂ કરવામાં વિજ કર્મચારીઓની કાબિલેદાદ કામગીરી

479

ચક્રવાત તાઉ-તેની અસરથી ભાવનગર જિલ્લો પ્રભાવિત થયો છે. વાવાઝોડાથી તોફાની પવન અને ભારે વરસાદથી વીજ લાઇનોને નુકશાન થયું છે. જેને અનુલક્ષીને જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાની સૂચના અને માર્ગદર્શન હેઠળ પી.જી. વી. સી. એલ. દવારા ક્વિક રિસ્પોન્સ ટીમો કાર્યરત કરવામાં આવી હતી.
ચક્રવાતના પ્રભાવથી ભાવનગર શહેર જિલ્લાના વિવિધ વિસ્તારમાં વીજ લાઈન પર વૃક્ષ ડાળીઓ પડવાથી કે વીજ થાંભલા પડી જવાથી વીજ પ્રવાહને અવરોધ થયો હતો.આ પ્રકારની ઘટનાઓમાં પી.જી.વી.સી. એલ.ની ક્વિક રિસ્પોન્સ ટીમો દ્વારા યુદ્ધનાં ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે.
ભાવનગર શહેર અને જિલ્લામાં વિજ કંપની દ્વારા અગાઉથી જ ટીમો તૈયાર રાખવામાં આવી હતી. અને વિજ પુરવઠો ખોરવાયાના સંદેશા મળતાની સાથે જ યુધ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી. અને બને તેટલી ઝડપથી વિજપુરવઠો પુનઃ શરૂ કરવાના તમામ પ્રયાસો કરાયા હતા. સતત બે દિવસથી વિજ કર્મચારીઓ શહેર અને જિલ્લામાં વાવાઝોડાના કારણે ખોરવાયેલા વિજ પુરવઠાને ફરીથી શરૂ કરવાના સતત પ્રયત્નો કરી રહ્યા છે.