ઘટાટોપ પીપળાએ મંદિરને પણ ધરાશાયી કર્યું

592

ભાવનગર શહેર અને જિલ્લામાં આવેલા તાઉ તે વાવાઝોડામાં હજારો વૃક્ષો ધરાશાયી થવા પામ્યા હતા. જેના કારણે રસ્તાઓ બ્લોક થઇ જવાના બનાવો બન્યા હતા. જ્યારે શહેરના પાનવાડી રોડ પર એસબીઆઇની બાજુમાં આવેલ સિધ્ધનાથ બાલાહનુમાન શિવ મંદિરને અડીને આવેલ ઘટાટોપ પીપળાનું વૃક્ષ મુળમાંથી ઉખડી શિવ મંદિર ઉપર પડતાં મંદિર પણ બેસી જવા પામ્યું હતું. અને આજુબાજુના મકાનો પર ઘટાટોપ વૃક્ષ પડતાં મકાનોને પણ નુકશાન થવા પામ્યું હતું.